Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સુરેન્‍દ્રનગરમાં રિક્ષાને ડમ્‍પરે ટકકર મારતા વૃધ્‍ધનું મોત

વઢવાણ,તા.૨: સુરેન્‍દ્રનગર રતનપર બાયપાસ પર ખેરાળી ચોકડી નજીક ડમ્‍પરે આગળ જતી સટલ રીક્ષાને પાછળથી ટકકર મારતા અકસ્‍માત સર્જાયો હતો જેમા  રીક્ષામા સવાર સુરેન્‍દ્રનગરથી લીમલી જતા લાલજીભાઈ અમરશીભાઈ વાટુકીયા ઉંમર ૬૫ જેઓ રીક્ષામાથી પડી જતા ડમ્‍પરના જોટામા આવી જતા ઘટનાસ્‍થળે મોત નિપજયું હતુ તેમજ રીક્ષામા સવાર અંદાજે ચાર વ્‍યકિતઓને ઈજાઓ પહોંચી હતી અને આ અકસ્‍માતમાં કોળી સમાજના વળધ્‍ધનુ મોત નિપજતા પરિવારમાં અને સમાજમાં રોષ સાથે શોકની લાગણી છવાઈ જવા પામી હતી અને મળતક વળધ્‍ધની ડેડબોડીને પીએમ અર્થે સુરેન્‍દ્રનગર સરકારી મહાત્‍મા ગાંધી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ આ અકસ્‍માતની ઘટનાના પગલે હોસ્‍પિટલ ખાતે કોળી સમાજના અગ્રણી આગેવાનો સહિત પોલીસ તંત્ર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી અને કોળી સમાજના વળધ્‍ધનો આડેધડ ચાલતા ડમ્‍પરે જીવ લેતા લીમલી ગામના તળપદા કોળી પટેલ સમાજના આગેવાન વિષનુભાઈ ગીરધરભાઈ વાટુકીયા સહિતના આગેવાનોએ માટી ભરેલા બેફામ ચાલતાં ડમ્‍પરો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

(2:21 pm IST)