Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

શેઢે બકરા આવતા મોટા દડવાના વેલાભાઇ સહિત ૩ ઉપર ધારીયા અને પાઇપથી હુમલો

કોટડાસાંગાણીના જુના રાજપીપળા ગામનો બનાવઃ ભરત કોળી સહિત ૪ સામે ફરીયાદ

રાજકોટ તા.ર : કોટડાસાંગાણીના જુના રાજપીપળા ગામની સીમમાં શેઢે બકરા આવતા મોટા દડવાના ભરવાડ પ્રૌઢ સહીત ત્રણ ઉપર ચાર શખ્‍સોએ ધારીયા અને પાઇપથી હુમલો કર્યો હતો.

પ્રાપ્‍ય વિગતો મુજબ મોટાદડવાના વેલાભાઇ માંગાભાઇ ભરવાડ, ભુપતભાઇ તથા કાનજીભાઇ ઘેટા-બકરા લઇને ઘરે જતા હતા ત્‍યારે જુના રાજપીપળા ગામની સીમમાં ભરત કુરજીભાઇ કોળીના શેઢે બકરા ચરતા ભરત તથા તેની સાથેના ભોજાભાઇ મનજી, કુરજી મનજી તથા ભરતના નાનાભાઇએ ઉશ્‍કેરાઇ જઇ ધારીયા-પાઇપ અને લાકડી વડે ઉશ્‍કેરાઇ જઇ વેલાભાઇ, ભુપતભાઇ તથા કાનજીભાઇ ઉપર હુમલો કરી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.આ અત્રે ઇજાગ્રસ્‍ત વેલાભાઇની ફરીયાદ ઉપરથી કોટડાસાાંગાણી પોલીસે ભરત કોળી સહિત ઉકત ચારેય સામે આઇ. પી.સી.૩રપ, ૩ર૪, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) તથા ૧૧૪ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો વધુ તપાસ પી.એસ.આઇ. વી. પી. કનારા ચલાવી રહ્યા છ.ે

(12:29 pm IST)