Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મેંદરડામાં બે દિ'માં પ ઇંચ વરસાદ

(ગૌમ શેઠ દ્વારા) મેંદરડા તા. ર :.. કાલે શુક્રવારના અષાઢી બીજના પાવન પર્વમાં ૩ ઇંચ વરસાદ પડયો હતો જયારે આજે વધુ ર ઇંચ પડતા બે દિવસમાં ૪ થી પ વરસાદ પડયો છે.
મેંદરડા પંથકમાં વાવણી લાયક વરસાદ થઇ જતા ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. ભારે ઉકળાટ બાદ આજ રોજ સવાર થી જ મેંદરડા વરસાદ શરૂ થયો હતો અને રોડ - રસ્‍તાઓ પરથી પાણી ફરી વળ્‍યાં હતા અને સમયસર વરસાદ થઇ જતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. અને ભારે ઉકળાટ બાદ પ્રથમ વરસાદથી વાતાવરણ ઠંડુ થતાં ગરમીથી રાહત મળી હતી ફોટો ગૌતમ શેઠ,

 

(12:05 pm IST)