Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સવારે એક કલાકમાં માણાવદરમાં ધોધમાર બે ઇંચ

જુનાગઢ જિલ્લામાં મેઘની જમાવટઃ સર્વત્ર મેઘ મહેરથી લોકોના હૈયે ટાઢક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨: સવારે એક કલાકમાં માણાવદરમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઇ ગયુ હતું.
જુનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ નવેસરથી બેટીંગ શરૂ કરી છે માણવદરમાં સવારના ૬ વાગ્‍યાથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી પરંતુ સવારના આઠ વાગ્‍યાથી મેઘાએ તોફાની બેટીંગ કરતા માણાવદર અને તેની આસપાસના વિસ્‍તારો બાનમાં મુકાય ગયા હતા.
એક જ કલાકમાં આકાશમાંથી ૪૨ મીમી પાણી વરસતા માણાવદર શહેરના મોટા ભાગના વિસ્‍તારો પાણી પાણી થઇ ગયા હતા. તોફાની વરસાદથી કેટલાક વિસ્‍તારોમાં પાણી ભરાય જતા લોકો મુશ્‍કેલીમાં મુકાય ગયા હતા.
માણાવદરની સાથે માળીયા હાટીના તાલુકામાં સવારના ૬ થી ૮ના ૪  કલાકમાં ૩૮ મીમી વરસાદ થયો હતાોે.
આ જ રીતે માંગરોળમાં ૩૦ મીમી, વંથલી ૧૭ મીમી અને વિસાવદરમાં ૧૩મીમી  વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢમાં પણ સવારથી વરસાદ છે.

 

(12:04 pm IST)