Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ખંભાળિયાના ઘી ડેમમા ન્હાવા જતા 4 યુવાનો ડૂબ્યા: ત્રણને બચાવી લેવાયા :અન્ય યુવકનો મૃતદેહ મળ્યો

ફાયર વિભાગ દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ લાપતા યુવકનો મૃતદેહ મળ્યો : પરિવારમાં શોકનું મોજું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ઘી ડેમ મા ન્હાવા જતા 4 યુવાનો ડૂબ્યા  હતા, ચાર યુવક માંથી ત્રણ યુવક ને બચાવી લેવાયા હતા જ્યારે એક યુવાન લાપતા હતો
ખંભાળિયા નગર પાલિકા ની ફાયર ની ટીમ દ્વારા શોધખોળ ચલાવી રહી હતી દરમિયાન
ફાયર વિભાગ દ્વારા ચાલી રહેલ શોધખોળ દરમિયાન ત્રણ કલાક ની જહેમત બાદ લાપતા યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો  યુવાન ડૂબતા પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે

(9:06 pm IST)