Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

બાબરામાં બર્બરતા :બે યુવકોને બંધક બનાવી ઢોર માર માર્યો : વિડિઓ વાયરલ થતા મહિલા સહિત આઠ વ્યકિત સામે ગુન્હો

સ્મશાનમાં ચોરીની આશંકાએ માર માર્યો : અન્ય એક મહિલા સહિત 4 શખ્સોએ યુવતીને ભગાડી જવાના મુદે ફરીથી સ્મશાનની બહાર નીકળતા જ માર માર્યો હોવાની ફરિયાદ

અમરેલીના બાબરામાં બર્બરતાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક શખ્સો દ્વારા બે યુવકોને બંધક બનાવી ઢોર માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ મામલે પોલીસ દ્વારા વીડિયોના આધારે તપાસ કરી મહિલા સહિત આઠ વ્યકિત સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાબરાના પાંચથી છ જેટલા યુવકો બે શખ્સને પાઈપ અને લાકડી વડે ઢોર માર મારતા હોવાનો એક વીડિયો અમરેલીના સોશિયલ મીડિયામાં આગની માફક ફેલાયો છે. આ મુદ્દે પ્રાથમિક તપાસમાં આ વીડિયો બાબરા શહેરનો હોવાનુ સામે આવ્યું છે. યુવકોને ઢોર માર મારનારા વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં એટલું વધારે વાયોલન્સ છે કે, વીડિયો બતાવી શકાય તેમ પણ નથી.
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે યુવકોને એક હોલમાં પાંચથી છ જેટલા શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આરોપીઓ અપશબ્દો બોલતા જોવા મળી રહ્યા છે. ભોગ બનનાર યુવક દ્વારા આ મામલે એક મહિલા સહિત આઠ વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. આરોપીઓ દ્વારા સૌ પ્રથમ ભોગ બનનારને સ્મશાનમાં પલંગ ચોરી મામલે પૂછપરછ કરવા બોલાવાયો હતો. ત્યારબાદ યુવતીને ભગાડી જવાનું મનદુઃખ રાખી ઢોર માર મરાયો હોવાની ફરિયાદ નોંધાવવામા આવતા બાબરા પોલીસે મોટાભાગના આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે.
અમરેલીના બાબરામાં 2 યુવકોને કેટલાક શખ્સો દ્વારા સ્મશાનમાં ચોરીની આશંકાએ માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાક લોકો 2 યુવકોને લાકડી અને દંડાઓ વડે માર મારતા જોવા મળ્યા હતા. જો કે આ ઘટનાને લઈને આજે એક યુવક દ્વારા બાબરા પોલીસમાં 1 મહિલા સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ મામલામાં યુવક ઘનશ્યામ દુધરેજીયાએ નોંધાવેલ ફરીયાદ મુજબ, બાબરના સ્મશાનમાં 25 જૂનના રોજ સ્મશાનમાંથી પલંગના ચોરીના આરોપ સર બોલાવી તેને સમશનમાં આવેલા રૂમમાં પુરી 4 શખ્સોએ લાકડી વડે ઢોર માર માર્યો હતો, તો અન્ય એક મહિલા સહિત 4 શખ્સોએ યુવતીને ભગાડી જવાના મુદે ફરીથી સ્મશાનની બહાર નીકળતા જ માર માર્યો હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની અલગ-અલગ કલમો મુજબ કાયદેરની કાર્યવાહી શરૂ કરી છે.

(12:49 am IST)