Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબીના વિસીપરામાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર બે ઝડપાયા :બંને આરોપીઓ પાસેથી ૨૯ જેટલા મોબાઈલ પણ મળ્યા

મોરબીના વીસીપરા વિસ્તારમાં ૧૫ દિવસ અગાઉ થયેલી ઘરફોડ ચોરી અંગે મોરબી બી ડીવીઝન પોલીસે બે શખ્સોએ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો પોલીસે દરવખતની જેમ આ ચોરીની ફરિયાદમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

 મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મગનભાઈ ધોધોભાઈ કુરિયાના રહેણાંકમાં ગત તા.૧૬-૦૬-૨૦૨૧ ના રોજ વહેલી સવારના આરોપી જુસબ ઉર્ફે જુસો જાકમભટ્ટી અને સાહિલ અલ્યાસભાઈ કટિયા બંધ મકાનની છત પર આવેલ દરવાજાની સ્ટોપર તોડી ધરમાં અંદર પ્રવેશ કરી લાકડાના કબાટમાં રાખેલ સાંકળા નંગ-૨ વજન આશરે ૩૧૮ ગ્રામ, જાંજરી નંગ-૨ વજન આશરે ૧૧૯ ગ્રામ, પુરુષના હાથમાં પહેરવાની લક્કી જેનો વજન આશરે ૧૦૫ ગ્રામ મળી કુલ વજન ૫૪૨ ગ્રામ આશરે કીમત રૂ.૨૨૦૦૦ તથા સ્ત્રીના કાનમાં પહેરવાની બુટી નંગ-૧, નખલી નંગ-૩ જે ચારેયનું કુલ વજન આશરે ૪.૯૫૦ ગ્રામ હોય જેની આશરે કીમત રૂ.૧૮૦૦૦ જે કુલ મુદામાલ કીમત રૂ,૪૦,૦૦૦ ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે બંને આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા તેની પાસેથી ૨૯ જેટલા મોબાઈલ પણ મળી આવ્યા છે તો આ મોબાઈલની ચોરી ટંકારા તાલુકામાંથી કરી હોવાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે

(10:48 pm IST)