Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબીના પરષોતમ ચોકમાં રાત્રીના સાઉન્ડ વગાડી નાચગાન મોંઘા પડ્યા : ગુન્હો નોંધાયો

મોરબીમાં કોરોના મહામારીને પગલે કેટલાક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે ત્યારે મોરબીના પરષોતમ ચોક વિસ્તારમાં રાત્રીના સાઉન્ડ વગાડી નાચગાન કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
   મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ પરષોતમ ચોક વિસ્તારમાં રાત્રીના ૧૦ વાગ્યા બાદ આરોપી કાદર સલેમાન સેડાત (ઉ.વ.૫૫) નામનો શખ્શ રાત્રીના જોર જોરથી સાઉન્ડ વગાડી લગ્ન સબબ નાચગાન કરાવતો હય જેથી પોલીસે આરોપી સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:30 pm IST)