Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ભાવનગરમાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો જયારે ૧ દર્દી બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૦૫ કેસો પૈકી ૧૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ  ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૪૦૫ થવા પામી છે.  જેમાં તાલુકામાં ૧ પોઝિટિવ કેસ નોંધાતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૦૫ કેસ પૈકી હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૬ દર્દીઓનું અવસાન થયેલ છે.

 
(8:37 pm IST)