Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગીર સોમનાથ જીલ્લાના આલીદરના અઢી વર્ષના વિવાનની સારવાર માટે અમરેલીના યુવાનોની મહેનત રંગ લાવશેઃ 16 કરોડના ઇન્‍જેકશન માટે ફાળો ઉઘરાવવાની કામગીરી

અમરેલી: ગીર સોમનાથ ગ્રામીણ વિસ્તારના એક સામાન્ય પરિવારમાં રહેતા અઢી વર્ષના બાળકને ગંભીર બીમારી થઈ છે. કોડીનાર તાલુકાના આલીદર ગામે રહેતા અશોકભાઈ વાઢેળના અઢી વર્ષના પુત્ર વિવાનને નામની ગંભીર બીમારી થઈ છે. આ બીમારીનો ઈલાજ તો છે પણ ઈલાજ કરવા માટે ની રકમ ખૂબ જ મોટી છે.

Spinal Muscular Dystrophy નામની ગંભીર બીમારી છે. તેને દૂર કરવા માટે રૂપિયા 16 કરોડનું ઇંજેક્શન આપવાની યુવાનને ખૂબ જ જરૂર પડી છે. એક બાજુ કોરોનાનો કપરો કાળ હોવાથી અશોકભાઈના ધંધા-રોજગાર ઉપર માઠી અસર જોવા મળી રહી છે. અઢી વર્ષના યુવાનને બચાવવા માટે પિતા ઝઝૂમી રહ્યા છે.

ત્યારે અમરેલી શહેરના નવ યુવાનો વિવાનની મદદે આવ્યા છે. આ યુવાનો સવારે અને સાંજે અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર ઉભા રહીને રાહદારીઓ અને વાહન માલિકો પાસેથી વિવાનના ઈલાજ માટે પૈસા એકઠા કરી રહ્યા છે. અમરેલીના યુવાનોને પૂરી આશા છે કે ભગવાન વિવાન ખૂબ જ ઝડપથી સાજો કરી દેશે અને અમરેલીના યુવાનોની મહેનત રંગ લાવશે.

અમરેલીના યુવાનો સમગ્ર ગુજરાતમાં યુવાનો આ રીતે વિવાન માટે પૈસા એકઠા કરશે તો યુવાનની જે ગંભીર બીમારી છે. તેમાંથી મુક્તિ મળશે. અમરેલીના યુવાનો વિવાન માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર ઉભા રહીને પૈસા એકઠા કરી રહ્યા છે. તેને લઈને અમરેલીના લોકો પણ યુવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે.

(4:53 pm IST)