Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સાવરકુંડલા પંથકની સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરનાર જીતુ ઉર્ફે જોખમની શોધખોળ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર : સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા તેમજ સુરતમાં સગીરાને શેલણા ગામના જીતુ ઉર્ફે જોખમ તેમજ તેના મામાના દિકરાની મદદથી અવાર નવાર શરીર સબંધ બાંધી કોઇ મિત્રની મદદથી સગીરાને વિટી પહેરાવી લગ્નની લાલચ આપીને ફોટા પડાવી વોટસએપ ગ્રુપમાં વાઇરલ કરી અવાર નવાર શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યાની સગીરાની માતાએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ધમકી

દામનગરના હજીરાધારના લક્ષ્મણભાઇ મોતીભાઇ તડવી ઉ.વ.પ૦એ વાડીએ ભાગ્યુ રાખેલ તે પ્રશ્ને રાજુ વસાવાએ બોલાચાલી કરી માથામાં લાકડી મારી ધમકી આપ્યાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

નાગેશ્રીના સોખડા ગામે રહેતી રવિનાબેન ભાવેશભાઇ વરૂ  (ઉ.વ.ર૩) કોઇ અગમ્ય કારણોસર એસીડ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજયાનું નિર્મલભાઇ બિચ્છુભાઇ વાળાએ નાગેશ્રી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:56 pm IST)