Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોશિષ ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં ઓનલાઇન અંગ્રેજી શિક્ષણની મફત તાલીમ

 શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા કોશિષ ફાઉન્ડેશન કે જેમણે જામનગરમાં એવો આધુનિક અને અનન્ય પ્રોજેકટ હાથ ધરેલ છે જેમાં આજના યુગની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ઓનલાઇન અંગ્રેજી શિક્ષણના નિશુલ્ક વર્ગો શરૂ કરેલ છે જેનો મંગલમય પ્રારંભ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ના પ્રાર્થના ખંડ માં બાળાઓ અને મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો આ પ્રસંગે મુખ્ય અતિથિ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ  કિરીટભાઈ મહેતા ચેમ્બર ઓફ કોમર્સના સમાજ સેવક  મહેમુદભાઈ વહેવારીયા સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ સહારાબેન મકવાણા શિક્ષણવિદ ડો સુરભીબેન દવે નીમેષભાઈ રાજપુત પ્રોજેકટ ચેર ફાતિમા જુનેદધ્રોલિયા અલીમખાન રુમાના કુગડા વિશેષ ચાંદ્રા યજ્ઞેશ નિર્મલ તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ના સમાજ કલ્યાણ વિભાગના  સ્વીટી બેન પ્રાથમિક શાળાના આચાર્ય ભાવિશાબેન બરબસિયા હાઈસ્કૂલના વિજયાબેન રાવલીયા તથા અન્ય સ્ટાફ હાજર રહી આ વર્ગો શરૂ કરવામાં પ્રોત્સાહન પૂરું પાડ્યું સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી કરસનભાઈ ડાંગરનો ખૂબ સહકાર મળ્યો સભા સંચાલન શ્રી પાર્થ ભાઈ પંડ્યા તથા નિશા ઐયર દ્વારા કરવામાં આવેલ.

(12:55 pm IST)