Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જુનાગઢની પ્રાથમીક અને માધ્યમિક ૭૪ જેટલી શાળાઓને ફાયર એનઓસી મામલે નોટીસ

ખાનગી શાળામાંથી સરકારી શાળામાં જતા વિદ્યાર્થીઓને એનઓસી ન કાઢી આપતા હોવાની ફરીયાદને પગલે તપાસનો આદેશ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર : જુનાગઢ જિલ્લા શિક્ષણાધીકારી શ્રી.આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ફાયર એનઓસી અંગે ૭૪ શાળાઓને નોટીસ ફટકારવામાં આવી છે.

શ્રી ઉપાધ્યાયએ શાળા સંચાલકો અને આચાર્યોને આ નોટીસનોપ દિવસમાંં ખુલાસો કરવા તાકીદ કરેલ છે અને યોગ્ય ખુલાશો નહી કરાય તો આવી શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેઓએ ઉમેર્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફની સલામતી જળવવી જોઇએ અને ખાસ કરીને આગ જેવી દુર્ઘટનાને રોકવા માટે દરેક શાળામાં નીતી નિયમ મુજબ ફાયર સીસ્ટમ કાર્યરત કરી તેનું એનઓસી પણ મેળવી લેવા જણાવાયુ છે અને આમલવારી અર્થે દરેક શાળાઓના આચાર્યો સંચાલકોને પરીપત્ર જારી કરીએનઓસ તાત્કાલીક ધોરણે મેળવી લેવા તાકીદ કરવામાં આવેલ છે.

કચેરીની ટીમ દ્વારા શાળામા ફાયર એનઓસી મામલ તપાસ કરતા અનેક શાળામાં ફાયર એનઓસી ન હતી તેવી ર૯ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શાળા તેમજ ૪પ પ્રાથમીક શાળાઓમાં ફાયર એનઓસી નહોતી તેને નોટીસ ફટકારવામાં આવેલ આ તમામ શાળાઓને દિવસ પમાં ફાયર એનઓસી મામલે ખુલાશો કરવા જણાવાયું છે અને આ સમય મર્યાદામાં સંતોષકારક ખુલાસો નહી કરે તો આવી શાળા સામે નિયામાનુસર કાર્યવાહી કરવા શ્રી ઉપાધ્યાયે નિર્દેશ આપ્યો હતો.

શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે જુનાગઢની કેટલીક ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ જતા વિદ્યાર્થીઓને એલસી ન કાઢી આપતા હોવાની વાલીઓએ શિક્ષણ વિભાગમાં વાલીઓ ફરીયાદ કરી રહ્યા છે અને રોજની ૧૧ થી વધુ ફરીયાદો મળી રહી છે.ત્યારે જેનુ સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ ખાનગી શાળા સંચાલકો કાઢી નથી આપતા તેવી ફરીયાદમાં શાળાને નોટીસ ફટકારવમાં આવી છે અને તેના ખુલાસા મંગાવ્યા છે કયા કારણોસર આવકરાય છે. તેની તપાસ કરી બાદમાં પગલા લેવાશે અને વાલીઓને આવી કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય તો સીધો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક સાધવા અંતમાં જણાવ્યું હતું.

(12:54 pm IST)