Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વેરાવળ સોમનાથમાં પાંચ સાત દિવસે પાણી વિતરણ થતા દેકારોઃ અનેક વિસ્તારોમાં પાણીના ટાંકા મોકલાયા

કોંગ્રેસ પાણી મુદે પાણીમાં બેસી? ડેમના દરવાજા રીપેર કરવાના હોવાથી ખેતી વાડીમાં પાણી અપાયું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: સોમનાથ વિસ્તારની બે લાખની પ્રજાને પાંચ થી સાત દિવસે પાણી વિતરણ થયેલ ન હોય આખા વિસ્તારમાં ભારે દેકારો બોલી  ગયેલ છે નગરપાલિકા દ્રારા આજે અનેક વિસ્તારોમાં ૩૦ જેટલા  પાણીના ટાકાઓ મોકલાયા હતા આટલો માટો હોબાળો થયો હોવા  છતા કોંગ્રેસના ધારાસભ્ય કે નગરપાલિકા પાણી મુદે કોઈ પણ વિરોધ નોંધાવેલ ન હોવાથી ટીકા થઈ રહેલ છે.

વેરાવળ સોમનાથ વિસ્તારમાં પીવાનું ફીલ્ટર વાળું પાણી મળે તે માટે તાજેતરમાં મુખ્યમંત્રીએ કરોડોના ખર્ચે ફીલ્ટર પ્લાન્ટનું ઉદઘાટન કરેલ હતું જેથી પ્રજાને એમકે સવારે આખા વિસ્તારમાં સારામાં સારૂ પાણી આવશે પણ વાર્ડ નં. ૧ થી ૧૧માં બે લાખ થી  વધારે વસ્તી ધરાવે છે ત્યાં અમુક એરીયામાં પાંચ દિવસે અમુક સાત  દિવસ સુધી પાણી ન આવતા શહેરભર માં ભારે દેકારો બોલી ગયેલ હતો સારા સારા વિસ્તારોમાં વર્ષો પછી પાણી ના ટાકા મોકલવા પડેલ હતા તેને જોવા માટે પણ લોકો ઉમટી પડેલ હતા આખો દિવસ દરમ્યાન આઝાદ સોસાયટી,સલાટ સોસાયટી, શિવજીનગર, નાનામોટાકોળી વાડા, વાલ્મીકીવાસ, ડો.આંબેડકર નગર, કૃષ્ણનગર જયાં જરૂર હોય ત્યાં પીવાના પાણીના ટાકાઓ મોકલેલ હતા આ ટાકાઓ શહેર ના રોડ ઉપર નિકળતા લોકો તેને જોવા ઉમટી પડેલ હતા નાના કોળી વાડા માં ટાકાઓ પહોચતા પાણી ભરવા માટે પડાપડી થયેલ હતી.

શહેરીજનો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહેલ છે કે કરોડોના ફીલ્ટર પ્લાન્ટના ફોટા પડાવવા માટે લોકાઅર્પણ કરાયું હોય નગરપાલિકામાં દરરોજ આયોજન કરી ફોટાઓ મુકાતા હોય જો તેના બદલે પાણી ની વ્યવસ્થા કરાઈ હોત તો પીવાના પાણી વગર પ્રજા અત્યારે મુશ્કેલીમાં મુકાત નહી અનેક નાગરીકો દ્રારા પ્રમુખ,ઉપપ્રમુખ,નગરસેવકોને સંપર્ક કરી પુછવામા આવે છે તો જવાબ પણ ઉધતાઈ ભર્યા આપે છે તેવી પણ અનેક ફરીયાદો ઉઠેલ છે.

કોંગ્રેસના ધારાસભ્ય કે ચુંટાયેલા નગરસેવકો પણ આટલો મોટો પાણીનો દેકારો હોવા છતા કોઈ વિરોધ નોંધાવેલ ન હોય જેથી ટીકા ને પાત્ર બનેલ છે જે રીતે આક્ષેપો થઈ રહયા છે કે દરેક જગ્યાએ સંયુકત રીતે નગરપાલિકા ચાલતી હોય તે રીતે અહી પણ ચાલે છે તેવું ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહેલ છે.

ચીફ ઓફીસર જતીન મહેતા એ જણાવેલ હતું કે ડેમ ના તમામ દરવાજા ઓ રીપેર કરવાના હોય તેથી સીચાઈ વિભાગ દ્રારા પાણી ખેડુતોને આપી દેવાયેલ હતું જેથી ડેમ માં પાણી ખલાસ થઈ ગયેલ છે ભુર્ગભ માં પાણી તે લેવા માટે ૧૪ મોટરો મુકેલ છે તેમજ નર્મદાનું પાણી આવે તે માટે તમામ વ્યવસ્થા કરાયેલ છે જે ૧ર થી ર૪ કલાકમાં શરૂ થઈ જશે અટલે પાણી નો પ્રશ્ન થોડો હળવો થશે વરસાદ  ખેંચાઈ જતા મુશ્કેલી વધેલ છે હાલ પાણી વિતરણ ની સમસ્યા શહેર ભર માં છે તે હકીકત છે.વેરાવળ સોમનાથમાં કેટલા વર્ષો બાદ શહેર ના અનેક વિસ્તારોમાં પાણીના ટાકા શરૂ થયેલ હોય જેથી શહેરમાં કેટલો વિકાસ થયો છે તે બે લાખથી વધારે નાગરીકોએ નજરે નિહાળેલ હતો.

(12:52 pm IST)