Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જામનગરમાં ગટરના કેનાલના કાંઠે બેસીને સફાઇ મુદ્દે વિરોધ પ્રદર્શન

જામનગર : મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪માં કેનાલ સરખી રીતે સાફ નથી કરાઈ અને લેખિત મૌખિક રજૂઆત કરી હતી છતાં કોર્પોરેશન દ્વારા યોગ્ય સફાઈ ન થતા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને સ્થાનિકોએ કદાચ વરસાદ પડે તો આ કચરો બધો વિસ્તારમાં બધાના ઘરમાં ભરાય એટલા માટે ફરીથી કેનાલ સફાઈ થાય એના માટે ગટરના કેનાલના કાંઠે બેસીને અનોખી રીતે વિરોધ કર્યો હતો અને બાદમાં ડેપ્યુટી કમિશનરને વિપક્ષી કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:51 pm IST)