Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં મેસેજ કરવાની ના પાડતા બઘડાટીઃ યુવકને કાતર ઝીંકી દેતા ગંભીર ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિપેશ ભરતભાઈ નંદા, ઉ.વ.ર૩, રે. દિ.પ્લોટ–પ૮, ડો.નીત્યાનંદ કટારીયાના દવાખાના પાસે, જામનગરમાં ફરીયાદી દિપેશભાઈની બહેન દિપાલીને આ કામના આરોપી ધરમ અશોકભાઈ કટારમલ માબાઈલ ફોનમાં મેસેજ કરતો હોય જેથી મેસેજ ન કરવા બાબતે ફરીયાદી દિપેશભાઈ તથા ભોગ બનનાર વિવેક ભરતભાઈ એ સમજાવવા જતા આ કામના આરોપી  ધરમ અશોકભાઈ કટારમલ એ પાનની દુકાન માંથી તીક્ષ્ણ ધારદાર કાતર લઈ ભોગબનનાર વિવેકને મારી નાખવાના ઈરાદે માથામાં જમણી બાજુએ જીવલેણ ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી તેમજ ફરીયાદી દિપેશભાઈને આરોપી અશોક મોહનભાઈ કટારમલએ લોખંડનો પાઈપ માથામાં મારી ઈજા કરી ભુંડા બોલી ગાળો આપી એક બીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા ત્રણ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જીતેન્દ્રભાઈ ભીખાભાઈ સોચા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૭–ર૦ર૧ ના મહેશ્વરીનગર એસ.કે.રેસ્ટોરન્ટ પાસે, જામનગરમાં આ કામના આરોપીઓ વિજયભાઈ ખેંગારભાઈ ચાવડા, ખેરાજભાઈ દેવાભાઈ પરમાર, વીરાભાઈ ઉફે રાજુ બાનાભાઈ ગડણ, રે.જામનગરવાળા જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમી–રમાડી કુલ રોકડા રૂ.ર૧૩૯૦/નંુ રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

પવન ચકકીની ફેસીંગ તોડી નુકશાન

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નિતેશકુમાર અશોકકુમાર સિંગ, ઉ.વ.૩૦, રે. જામજોધપુર ઉમા પાર્ક, બી.એસ.એન.એલ. એકસેચેન્જની પાછળ, જામજોધુર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૭–ર૦ર૧ ના બમથીયા ગામની સીમમાં આ કામના આરોપી અજાણ્યા ઈસમો કિલનમેક કંપની લીમીટેડ કંપનીમાં પવનચકકી પોલ લોકેશન નંબર ડબલ્યુ.ટી.જી.–જે.૦પ  યુનિટ સબ સ્ટેશનની ફરતે ફેસીંગ હોય તેની જાળીને તોડી નાકશાન કરી ગુનાહીત અપ–પ્રવેશ કરી ગુનો કરેલ છે.

દારૂની ૭૦ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ.વનરાજભાઈ નાગજીભાઈ ગઢાદરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૭–ર૦ર૧ ના ધ્રોલ ગામે આરોપી ઈરફાન ઉર્ફે પપ્પુ અબ્દુલ રજાક રફાઈ, રે. ધ્રોલ ગામે ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના રહેણાંક મકાનની ઓરડીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૭૦, કિંમત રૂ.૩પ,૦૦૦/– ની વેચાણ અર્થે રાખી તેમજ સદરહુ ઈંગ્લીંશ દારૂ આરોપી રંગસિહ રે. કચ્છા વાળાએ વેંચાણ અર્થે આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે. તથા આરોપી રંગસિંહ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)