Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ખંભાળીયામાં ગેરકાયદે વિજપોલ મુદ્ે કાલે કલેકટર અને પોલીસવડાને આવેદન પાઠવાશે

રામધુન બોલીને માનવ સાંકળ રચીને વિરોધ ઠાલવ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર :.. તાલુકામાં ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજપોલ ગેરકાયદે ઉભા કરતા હોય તેની સામે ખેડૂતોમાં આક્રોશ વધતો જાય છે. ગઇકાલે જયાં કામ ચાલુ હતું ત્યાં ખેડૂતોએ જઇને રામધુન બોલાવીને નિયમાનુસાર કામ કરો અથવા બંધ કરો ના નારા સાથે માનવ સાંકળ બનાવીને આ કાર્ય બંધ કરાવ્યું હતું.

વીજ થાંભલા તંત્ર સાથે મીલીભગતની આ ગેરકાયદે કામ કરતા હોય કાલે વીજપોલથી પીડિત ખેડૂતો દશ વાગ્યે કલેકટર કચેરીએ ઉમટી પડવા હાકલ કરી છે. આ લડતમાં રાજુ કટપડા તથા પાલભાઇ આંબલીયા જેવા આગેવાનો પણ જોડાશે.

વીજ થાંભલાના આ મુદે છેવટ સુધી ખેડૂતો લડત કરશે તેમ જણાવ્યું હતું તથા લેબરલો જેવા નિયમોને પણ નેવે મૂકીને કામ થતુ હોય શનિવારે કલેકટર શ્રી તથા પોલીસવડાને આવેદનપત્ર આપી વિરોધ વ્યકત કરાશે.

(12:49 pm IST)