Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

લખતર તાલુકાના વડેખણ ગામે કોરોના વેકસીન અંગે જાગૃતિ અભિયાન

વઢવાણ : લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વડેખણ ગામે કોરોના વેકસીન અંગે જાગૃતિ અભિયાન ચલાવી, મોટી સંખ્યામા વેકશીનેશન કરાવવામાં આવ્યુ હતુ. લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ રાણાએ જણાવ્યુ હતુ કે દસાડા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી એ વેકસીન લીધી હતી અને તેઓએ તમામ લોકો ને વેકસીન લેવાની અપીલ કરી હતી. જેના અનુસંધાને લખતર તાલુકા કોંગ્રેસ નાં કાર્યકરો દ્વારા તાલુકા નાં રસીકરણ માં સૌથી નીચુ રસીકરણ ધરાવતા એવા વડેખણ ગામ માં જનજાગૃતિ કેમ્પનુ આયોજન કરી તમામ પ્રતિષ્ઠિત આગવાનોને સાથે રાખી વેકશીનેશન અભિયાન હાથ ધરેલ અને તાલુકામાં સૌથી ઉંચુ વેકશીનેશન કરાવવામાં આવેલ.આજના દિવસે ૫૬ લોકો એ વેકશીન લીધી હતી, જયારે પુરા અગાઉ ના ૩ મહીનાનાં વેકશીનેશન દરમ્યાન ફકત ૪૦ લોકોએ જ વેકશીન લીધી હતી.(તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(12:01 pm IST)