Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વાંકાનેર રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો હિરેન રાચ્છ

વાંકાનેર તા. ર :.. વાંકાનેરના પૂજય સદ્ગુરૂદેવશ્રી ભોલેબાબાજીના ભકતજન હિતેષભાઇ રાચ્છના પુત્ર હિરેનભાઇ રાચ્છે એમ.બી.એ.ના ચોથા સેમેસ્ટર, છેલ્લા સેમેસ્ટરમાં ૭૯ ટકા મેળવીને વાંકાનેર રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે. તેમજ આત્મીય કોલેજ, રાજકોટ અને 'રાચ્છ પરિવાર' નું ગૌરવ વધારીને અનોખી સીધી પ્રાપ્ત કરેલ છે.

હિરેન રાચ્છને તેમના મો. ૮૧૬૦૬ ૭૬૩૪ર ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહેલ છે.

(11:58 am IST)