Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

દ્વારકાધીશ ભગવાનને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા ધ્વજારોહણઃ 'હું અને તુ એટલે આપણે' પુસ્તક ભગવાનને અર્પણ કર્યુ

ગુજરાતી ફિલ્મ અને નાટય ક્ષેત્રે હવે પ્રદાન કરશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર :.. ગુજરાત અને દેશ-વિદેશમાં જાણીતા ગુજરાતી લેખક કાજલ ઔઝા વૈદ્યએ ગઇકાલે દ્વારકાધીશજીના શિખર ઉપર ધ્વજાજીનું આરોહણ કરાયું હતું અને કાળીયા ઠાકોરના ચરણમાં મસ્તક નમાવીને પ્રાર્થના કરી હતી.

મંદિર પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા વૈદ્યએ જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશજીના શરણે આવતા ધ્વજાજીના દર્શન કરીને અહેસાસ થાય છે કે હું મારા ઘરે આવી ગઇ ધ્વજાજી અર્પણ કરૂ એટલે હમેંશા એવી પ્રાર્થના રહે છે કે તારૂ છે અને તેને અર્પણ કરૂ છું. અને દ્વારકાધીશ મારા થી જરા પણ દુર નથી.

કાજલ વૈદ્યએ તેમના હાલના નવ પુસ્તકો દ્વારકાધીશજીના ચરણમાં અર્પણ કર્યા હતાં અને તેઓ કોઇપણ નવા પ્રોજેકટ શરૂ કરે તે પહેલા અને પૂર્ણ થયા બાદ ચોકસ દ્વારકા આવે છે.

હવે તેઓ ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે અને નાટય ક્ષેત્રપણ તેમનું આગવું પ્રદાન કરવા જઇ રહ્યાનું અને દ્વારકાધીશજી સફળ થવા માટેની પ્રાર્થના કરી હતી. હાલમાં જયારે ગરમીની સીઝનમાં ઠાકોરજીના ગ્રીન વસ્ત્રો અને ચંદનના શણગારનું વિષેશ મહત્વ ત્થા સુંદર દર્શન થી વધુને વધુ પ્રભાવિત થયાનું પણ જણાવ્યું હતું. (તસ્વીર : દિપેશ સામાણી –દ્વારકા)

(11:54 am IST)