Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

હળવદમા રકતદાન કેમ્પ : ૨૦૨ બોટલ રકત એકત્ર

હળવદ : પાટિયા ગ્રુપ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા વિવિધ સામાજિક સંસ્થાઓ ના સહયોગ થી સ્વૈચ્છીક રકતદાન કેમ્પ  યોજાયો હતો. જેમાં રકતદાતાઓએ ૨૦૨ બોટલ રકત એકત્ર કરી આપ્યુ હતુ. આ રકતદાન કેમ્પ માં ૨૫ મહિલાઓ એ રકતદાન કર્યું તથા ૧૧ લોકો એ પ્રથમ વખત રકતદાન કર્યું હતું અને અલ્પેશ મારૂડાં એ સતત પાંચમી વખત સહજોડે રકતદાન કર્યું હતું અને ૧૫ લોકો જે હળવદ તાલુકા બહાર થી રકતદાન કરવા માટે આવ્યા હતા એમ કુલ મળી ટોટલ ૨૦૨ બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી હતી જેમાંથી ૧૨૦ બ્લડ ની બોટલ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક અને ૮૨ બોટલ ફિલ્ડમાર્શલ બ્લડ બેંક ખાતે લોહી ની જરૂર છે તેવા દર્દી નારાયણ ના ઉપયોગ માં લેવા માં આવશે આ કાર્યક્રમ માં પૂજય સાધુ સંતો અને રાજકીય અને સામાજિક આગ્રણીયો ના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં રકતદાન કરનાર તમામ રકતદાતાઓ નું આકર્ષક ગિફટ આપી સન્માન કરવામાં આવ્યું હતું રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:53 am IST)