Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ગોંડલ નજીક ગોડાઉનમાં જુગારનો હાટડો ચાલતો'તોઃ જેતપુરના ૧૦ પત્તાપ્રેમીઓ પકડાયા

ગુંદાળાનો રાજુ કોળી જુગાર રમાડતો'તોઃ ૮૦,૬૦૦ની રોકડ સહિત ૧.૨૧ લાખનો મુદામાલ કબ્જેઃ નવાગામમાં જુગાર રમતા ૩ પકડાયા

રાજકોટ, તા. ૨ :. ગોંડલ પાસે ગુંદાળા રોડ ઉપર આવેલ ગોડાઉનમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે રેઈડ કરી જેતપુરના જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા.

ગુંદાળાનો રાજુ મોહનભાઈ ધરજીયા ગોંડલના ગુંદાળા રોડ ઉપર ગળાધારમાં આવેલ તેના ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ગોંડલના પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. પુનીતભાઈ અગ્રાવત સહિતના સ્ટાફે રેઈડ કરી જુગાર રમાડતા રાજુ કોળી, દિનાનાથ નારાયણભાઈ શાહની રે. જેતપુર સામાકાંઠે, મનોજલાલ ઉમાશંકરલાલ લાલા રે. ખોડપરા શેરી નં. ૧૨ જેતપુર, જીતેન્દ્ર ગોરધનભાઈ ગોવાણી રે. નવાગઢ-જેતપુર, જીતુ તોલારામ ખત્રી રે. તિરૂપતિ બાલાજી સોસાયટી-જેતપુર, ગોવિંદ વિષ્ણુભાઈ બુદ્ધવાણી રે. જેતપુર મોટા ચોક, પરેશ શંભુભાઈ ધરજીયા રે. ભાદરના સામાકાંઠે જેતપુર, મંગળુ હાથીયાભાઈ માંકડ રે. અમરનગર રોડ શ્રધ્ધા સોસાયટી જેતપુર, ધર્મેશ મનસુખભાઈ રામાણી રે. કાણકીયા પ્લોટ જેતપુર તથા જનકગીરી શિવગીરી ગોસ્વામી રે. વિવેકાનંદ સોસાયટી નવાગઢ જેતપુરને રોકડા રૂ. ૮૦૬૦૦ તથા મોબાઈલ નંગ ૧૦ મળી કુલ ૧.૨૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં તાલુકા પોલીસના અલ્પેશભાઈ ડામસીયા સહિતના સ્ટાફે નવાગામમાં રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા ભીમજીભાઈ ગોવાભાઈ રાતડીયા રે. નવાગામ, દેવકુ સામતભાઈ સુરૂ તથા કિશોરપરી ઉર્ફે જેન્તીપરી ગોસાઈ રે. લીલાખા તા. ગોંડલને રોકડા રૂ. ૩૫૭૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:50 am IST)