Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પ્રભાસપાટણમાં એસઓજી પોલીસે માદક પદાર્થ અંગે દરોડો પાડી એક શખ્સને ઝડપ્યો

(દિપક કક્કડ-મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણ, તા., રઃ ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ એસ.પી. રવિ તેજા વાસમ શેટીના તરફથી યુવાધનને નાર્કોટીકને રવાડે ચડતા અટકાવવા અને ગાંજા ચરસની બદી સંદતર નાબુદ કરવા પોલીસને સુચના આપતા ગીર-સોમનાથ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. એસ.એલ.વસાવા તથા પોલીસ સબ ઇન્સ. વી.આર.સોનારા, એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ તથા ગોવિંદભાઇ વંશને મળેલ બાતમી આધારે પો.ઇન્સ. એસ.એલ.વસાવા અને એસ.ઓ.જી. ટીમે પ્રભાસ પાટણના સેન્ટમેરી સ્કુલ સામે હાજી પીરની દરગાહ પાછળ રહેણાંક મકાનમાં દરોડો પાડતા મોહમદ રિયાન મોહમદ હુસેેન બુરહાની રે. પ્રભાસ પાટણને રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજો કુલ વજન ૯૦૦ ગ્રામ કિંમત રૂપીયા નવ હજાર તથા મોબાઇલ ફોન એક કિંમત રૂપીયા પાંચ હજાર મળી કુલ રૂપીયા ૧૪૦૦૦નો મુદામાલ સાથે ઝડપી પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ છે.

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. એસ.એલ.વસાવા, પો.સબ ઇન્સ. વી.આર.સોનારા, એ.એસ.આઇ. લખમણભાઇ ડી.મેતા, કેતન પી.જાદવ, નરવણસિંહ ગોહીલ, વિજયભાઇ બોરખતરીયા, ગોવીંદ વંશ, નરેન્દ્ર કછોટ, ઇબ્રાહીમશા બાનવા, મુકેશ ટાંક, ગોવિંદ રાઠોડ, સુભાષ ચાવડા, કમલેશ પીઠીયા, મેહુલસિંહ પરમાર, ભુપતગીરી મેઘનાથી તથા એફ.એસ. એલ. અધિકારી પી.જે.કુરાણી આ સફળ કામગીરીમાં ગાંજો પહોંચાડનાર આરોપી ધોરાજીના શખ્સ સામે પણ ફરીયાદ દાખલ કરાયેલ છે.

(11:48 am IST)