Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના ગઢમાં ગાબડું :જેતપુર પાલિકાના 2 વર્તમાન-2 પૂર્વ કોર્પોરેટર AAPમાં જોડાયા

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, હાલમાં કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો

ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં ગાબડું પડ્યું છે જેતપુરના નગરપાલિકાના 2 અને વર્તમાન 2 સહિત પૂર્વ કોર્પોરેટર હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, તેમજ હાલમાં કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

   આગામી  વિધાનસભાને લઈ AAP પાર્ટીઓ મોટું એલાન કર્યું છે જેમાં AAP પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેર કરી ચુકી છે ત્યારે ધીમે ધીમે હવે AAP ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવી રહી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. , નપાના પૂર્વ પ્રમુખ તેમજ ચાલુ કોર્પોરેટરો AAPમાં જોડાતા અપક્ષ નગરસેવીકા મનીષાબેન પાટોડિયાએ પણ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે. 

  અગાઉ પણ પૂર્વ MLA હરિ જોગીના પુત્ર મહેન્દ્ર પણ AAP પાર્ટીમાં જોડાયા ચુક્યા છે. તે પહેલા પૂર્વ નગરર સેવક દીપુ લુણીએ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા..જ્યારે હવે ભારતીય જનતા યુવા મોરચાના કોરાટનો વિસ્તાર ગણાતા જેતપુરમાં હવે ગાબડું પડ્યું, જયેશ રાદડિયાના ગઢમાં ગાબુડું પડતા જેતપુર નપાના બે અને વર્તમાન તેમજ પૂર્વકોર્પોરેટર પણ AAP પાર્ટીમાં જોડાયા છે. 

(11:31 am IST)