Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ભાવનગરમાં ૮.૧૯ લાખની ચોરી

વેપારી જીવરાજભાઇ પટેલના મકાનને નિશાન બનાવતા તસ્કરો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર :.. ભાવનગરનાં વાઘાવાડી રોડ કાળીયાબીડ પાણીની ટાંકી પાસે રહેતા હિરાના જાણીતા વેપારી પટેલ જીવરાજભાઇ ગીલાભાઇ સાચપરાનાં બંગલામાં તસ્કરો ત્રાટકયા હતા અને રસોડાના બારણાનાં આગળીયાના નકુચા તોડી અંદર પ્રવેશી કબાટનાં તાળા તોડી તેમાંથી સોનાનો હાર, સોનાનું બ્રેસલેટ, સોનાનો ચેઇન, સોનાથી ૮ વીંટીઓ, રોકડા રૂ. ૮૦૦૦ મળી કુલ રૂ. ૮૧૯૪૬૯ ની માલમતાની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતાં.

આ અંગે જીવરાજભાઇ પટેલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પી. આઇ. વી. એ. દેસાઇ આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(11:13 am IST)