Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ડોકટર્સ ડે ના માર્ગ અકસ્માતમાં કચ્છમાં ફરજ બજાવતા તળાજાના આશાસ્પદ યુવા તબીબનું મોત

જાલવદર ગામના મૌલિક ઘેલાભાઇ બલદાણીયાનું મોત : મોરબીના તબીબ હાર્દિક રમેશચંદ્ર બોસાણીયાને ગંભીર ઇજાઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ : ડોકટર્સ ડે ના જ ભુજ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાન તબીબના મોતથી ગમગીની છવાઈ છે.

ગાંધીધામથી ભુજ બાઈક ઉપર આવી રહેલા બે તબીબ મિત્રોને કુકમા ગામ પાસે ટ્રેલર સાથે અકસ્માત નડતાં એકનું મોત નિપજયું હતું જયારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ટ્રેલર તળે બાઈક આવી જતાં ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલમાં ગાયનેક તબીબ તરીકે ફરજ બજાવતાં ડો. મૌલિક ઘેલાભાઈ બલદાણીયાનું અરેરાટી ભર્યું મોત નિપજયું હતું. તેમની સાથે બાઈક ઉપર સવાર તેમના મિત્ર બાળરોગ તબીબ ડો. હાર્દિક રમેશચંદ્ર બોસાણીયાને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ અકસ્માતમાં મૃત્યુ પામનારા તબીબ ડો. મૌલિક ઘેલાભાઈ બલદાણીયા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાલવદર ગામના હતા અને છેલ્લા બે વર્ષથી કચ્છના ગાંધીધામ મધ્યે રામબાગ સરકારી હોસ્પિટલમાં ગાયનેક તબીબ તરીકે ફરજ બજાવતાં હતા. તેમના મિત્ર ડો. હાર્દિક રમેશચંદ્ર બોસાણીયાને ગંભીર ઈજાઓ થતાં તેમને મોરબી સારવાર માટે લઈ જવાયા છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:13 am IST)