Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જેતપુરના ભેડા પીપળીયા ગામામાં 100 ટકા વેક્સિનેશન:ગામના તમામ લોકોએ લીધી રસી

આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે જઈને લોકોને સમજાવી રસી લેવા માટે જાગૃત કર્યા

કોરોનાની મહામારીમાં રસીકરણ જ એક માત્ર ઈલાજ છે. જેને લઈને સરકાર પણ રસીકરણને વેગ આપી રહી છે. ત્યારે જેતપુર તાલુકામાં આવેલા ભેડા પીપળીયા ગામામાં 100 ટકા વેક્સિનેશન થયું છે.

તપુરમાં આવેલા ભેડા પીપળીયા ગામાના તમામ લોકોએ રસી લીધી છે. 100 ટકા કોરોનાની રસી લઈને વેક્સિનેશનમાં અગ્રેસર બન્યું છે. 850 લોકોની વસ્તી ધરાવતું ભેડા પીપળીયા ગામના તમામ લોકો પહેલા રસી લેવામાં ડરતા હતા. પરતું આરોગ્યવિભાગની ટીમે ઘરે ઘરે જઈને ગામના તમામ લોકોને સમજાવી રસી લેવા માટે જાગૃત કર્યા. ત્યારે આ ગામમાં અત્યારે તમામ લોકોએ રસી લીધી છે.

રાજ્ય સરકાર દ્વવારા ચાલી રહેલ કોરોના વેક્સીન મહાઆભિયાનને ગ્રામ્ય વિસ્તાર માં સારો પ્રતિસાદ મળ્યો છે. ગામના તમામ વડીલ થી માંડીને યુવાનોએ રસીકરણ કરાવ્યું છે. સાથે રસી નથી મળતી કે ઉપલબ્ધ નથી જેવા વિઘ્નો સામે પણ જીત મેળવી છે.

(12:48 am IST)