Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબીમાં ચાર સ્થળે દરોડા, નોટનંબરી અને વરલીનો જુગાર રમનાર ઝડપાયા.

લાતીપ્લોટમાં નોટ નંબરી જુગાર રમતા બે શખ્શો, સુરજબાગ નજીક વરલીનો જુગાર રમતો શખ્શ,અને લાયન્સનગરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઝડપાયા :નગર દરવાજા પાસેથી વરલીનો જુગાર રમતો શખ્શને ઝડપી લેવાયો

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા અવેશ અનવર પીપરવાડિયા રહે મોરબી રણછોડનગર અને શાબીર કાસમ કાશમાંણી રહે મોરબી લાતીપ્લોટ એમ બે ઇસમોને ઝડપી લઈને આરોપી પાસેથી રોકડ રકમ રૂ ૧૫,૩૦૦ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુરજબાગ નજીક એક ઇસમ જાહેરમાં વરલી જુગાર રમતો હોય જે બાતમીને પગલે પોલીસે દરોડો કરી આરોપી આરીફ મુસ્તાક બ્લોચ રહે મોરબી મકરાણીવાસ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૦૦ જાત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં બે ઈસમો જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા હોવાની બાતમીને પગલે એ ડીવીઝન પોલીસે સ્થળ પર દરોડો કર્યો હતો જેમાં લાયન્સનગર શેરી નં -૦૨ ના નાકે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા કનકકુમાર હીરાલાલ પેથાણી રહે સુપર ટોકીઝ પાસે રાવળ શેરી મોરબી અને યુનુસ નથુંસા શાહમદાર રહે મકરાણીવાસ મોરબી એમ બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૧૩૬૦ જપ્ત કરી છે

મોરબીના નગર દરવાજા પાસેથી પોલીસે એક ઇસમને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો છે એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નગર દરવાજા પાસે આરોપી સરફરાજ રજાક શેખ રહે સિપાઈવાસ મોરબી વાળાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૧૦ જપ્ત કરી છે

(10:38 pm IST)