Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબીમાં વીજચોરી કરનાર ફેક્ટરીના બે ભાગીદારોને ૧ વર્ષની સજા, ૩૬.૯૫ લાખનો દંડ : વીજચોરીના કેસમાં મોરબી કોર્ટનો મહત્વપૂર્વ ચુકાદો

મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીમાં વીજચોરી કરવામાં આવી હોય જે મામલે આજે મોરબી એડીશનલ સેસન્સ જજ એન્ડ સ્પેશ્યલ જજ ઈલેક્ટ્રીસીટી કોર્ટ દ્વારા વીજચોરીના કેસમાં કંપનીના બે ભાગીદારોને ૩૬.૯૫ લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે
જે કેસની મળતી વિગતો મુજબ મોરબી રાજકોટ હાઈવે પર આવેલ શ્રીજી એસ્ટેટ ખાતે શ્રીરામ ઓઈલ મિલના ભાગીદારો સામે ૩ ફેઇઝ ઇન્ડસ્ટ્રીયલ હેતુ સર વીજ કનેક્શન લીધેલ જેનું વીજ બીલ સમયસર ભરપાઈ ના થતા વીજ કનેક્શન બંધ કરવામાં આવેલ અને વીજ મીટર ઉતારી લેબ ચકાસણી કરાવતા અસામાન્ય કોડ જણાવતા ઉત્પાદન કંપનીના નિયમાનુસાર વીજ મીટરને બાહ્ય સાધન (સર્કીટ_ વડે ડિસ્પ્લે કરી વીજ મીટરમાં નિયમિત રીતે નોન્ઘાતો વીજ વપરાશ અટકાવવાનું કૃત્ય કરેલ

(10:37 pm IST)