Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોરબીના શોભેશ્વર રોડ પર માલિકીના પ્લોટમાં કબ્જો કરનાર ત્રણ શખ્શોની પોલીસે ધરપકડ કરી

ગઈકાલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી કરી

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ માલિકીના પ્લોટમાં ત્રણ શખ્શોએ ગેરકાયદેસર કબજો કરીને જમીન પચાવી પાડી હોય જે મામલે બી ડીવીઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધાયા બાદ પોલીસે તુરંત કાર્યવાહી કરતા ત્રણ આરોપીને ઝડપી લીધા છે
  મોરબીના શિવનગર (પંચાસર) ના રહેવાસી હીરાલાલ ગણેશભાઈ નેસડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર કો.ઓ. હા. સોસાયટીના ભાણજીભાઈ ભીખાભાઈ અઘારા સસ્ભ્ય હોય જેથી સોસાયટી તરફથી તેઓને પ્લોટ નં ૦૧ પર બ્લોક નંબર ૨૧ ફાળવણી કરવામાં આવી હતી જે વર્ષ ૧૯૮૩ માં પ્લોટના મૂળ માલિક ભાણજીભાઈ ભીખાભાઈ અઘારા પાસેથી રૂ ૧૨,૦૦૦ માં વેચાણ તરીકે રાખેલ અને તેનો રજી. દસ્તાવેજ કરવાનો બાકી છે જે અંગેનું લખાણ તા. ૨૩-૦૪-૧૯૮૪ ના રોજ કરેલ છે જે પ્લોટ પર જુનું અને જર્જરિત બાંધકામ હોય જે ભૂકંપમાં પડી ગયેલ છે બાદમાં દોઢેક વર્ષ પૂર્વે ફરિયાદી હીરાલાલ નેસડીયા પોતાના માલિકીના પ્લોટ પર જતા લક્ષ્મીનગરમાં રહેતા સુનીલ અમરશી વરાણીયા, નવઘણ અમરશી વરાણીયા ત્યાં હાજર હોય જેને પ્લોટમાં ઈંટના ઢગલા રાખેલ હોય જેથી પુચ્તા આ પ્લોટ અમારો છે હવે પછી અહિયાં આવતા નહિ કહીને અવારનવાર તેને ભગાડી મુક્તા હતા
તેમજ બાદમાં દોઢ બે મહિના પૂર્વે તે પ્લોટમાં ગયેલ ત્યારે આરોપી ભવાન મંગાભાઈ વેસરા મારા પ્લોટમાં પોતાના વપરાશ માટે સિમેન્ટ પતરાવાળી ઓરડી બનાવેલ હતી તેને પણ પ્લોટ મારી માલિકીનો હોવાનું જણાવી ફરિયાદીને ભગાડી મુક્યા હતા જેથી બી ડીવીઝન પોલીસે આરોપી સુનીલભાઈ અમરશીભાઈ વરાણીયા, નવઘણભાઈ અમરશીભાઈ વરાણીયા અને ભવાનભાઈ મંગાભાઈ વેસરા રહે બધા લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ મોરબી વાળા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને ત્રણેય આરોપીને ઝડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:30 pm IST)