Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ડોક્ટર ડે નિમિત્તે OSEM સ્ટેટ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડના વિધાર્થીઓ દ્વારા મોરબીના ડોક્ટરોનું સન્માન.

મોરબી : આજે ડોક્ટર ડે નિમિત્તે મોરબીની કેજી થી કોલેજ સુધી જાણીતા OSEM ગૃપ દ્વારા ડોક્ટરો કે જેઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય સમગ્ર સમાજનાં હેલ્થ અને હાઈજીનનું ધ્યાન રાખે છે તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા તથા આવનારી ભાવિ પેઢીમાં તેમના કાર્યો માટે સન્માનની ભાવના જાગૃત થાય તે માટે મોરબીના ઈન્ડીયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ મંત્રી સહિત વિવિધ સેવારત ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો વિજયભાઇ ગઢીયા, સેક્રેટરી ડો દિપકભાઇ અઘારા, તથા ડો વિનોદભાઈ કૈલા, ડો વિપુલભાઈ માલાસણા, ડો જયેશભાઈ સનારીયા, ડો દેલવાડિયા, ડો પ્રણવ ભાડેસીઆ સહિતના ડોક્ટરોને રુબરુ મળી OSEM CBSE તથા GSEB ના વિધાર્થીઓએ તેઓને સન્માનિત કરી આભાર પ્રગટ કરી ડોક્ટરોને રોગો સામે લડનારા સાચા હિરો તરીકે બિરદાવ્યા હતાં.
વર્તમાન સમયમાં જ્યારે અમુક દર્દિના સંબંધી દ્વારા ડોક્ટરો પર પણ ક્યારેક હુમલા કરવામાં આવી રહ્યા છે એવા સંજોગોમાં નાના બાળકો દ્વારા થયેલાં સન્માનથી ડોક્ટરો પણ આનંદિત અને પ્રભાવિત થયા હતા અને બાળકોને તથા શાળાને આ ઈનિસીએટીવ માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે પણ ડોક્ટરોની સમાજ પ્રત્યેની સેવાને બિરદાવી હતી તથા સમગ્ર સ્ટાફ મેમ્બર્સે પણ કોરોનાના કપરા કાળમાં ડોક્ટરોની કામગીરી યાદ કરી આભાર પ્રકટ કર્યો હતો

(9:14 am IST)