Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ધોરાજીમાં કોઈપણ જાતનું લોકડાઉન નથી : બજારો રાબેતા મુજબ સવારે 8થી રાત્રીના 8 સુધી ખુલી રહેશે : ખોટી અફવાથી દૂર રહેવું

દુકાનો બપોરે બે સુધી જ ખુલી રહેશે તેવી સોશ્યલ મીડિયામાં ફેલાતી અફવા : ખોટી અફવાથી લોકોએ ગભરાવું નહીં

ધોરાજીમાં હાલમાં કોરોના મહામારીના સમયમાં દરરોજ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે તમામ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે અને સરકારી નિયમ ની સૂચનાઓ આવેલી છે તેનું પણ ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે પરંતુ ધોરાજી શહેરમાં ફરી લોકડાઉન આવી રહ્યું છે તે પ્રકારની અફવાઓ ફેલાઇ છે સોશીયલ મીડીયાની અંદર બિલકુલ ખોટી અફવાઓ ફેલાઈ રહી છે

સવારના 8 થી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે અને બપોરના બે વાગ્યા પછી દુકાનો બંધ રહેશે તે અફવા છે
વાસ્તવિક ધોરાજીના સરકારી અધિકારીઓને પૂછતા તેઓએ જણાવેલ કે ધોરાજીમાં કોઈ પણ જાતનું લોકડાઉન નથી રાબેતા મુજબ સવારના આઠ વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી બજારો ખુલી રહેશે નવ વાગ્યા સુધી હોટલ ખોલી રહેશે અને રાત્રીના દસ વાગ્યા બાદ કર્ફ્યુ રહેશે
જેથી કોઈપણ પ્રકારની ખોટી અફવાથી લોકોએ ગભરાવું નહીં તેમજ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવતાં મેસેજ મોકલે તો તેઓને પણ સાવચેત કરવા જરૂરી છે
હાલમાં ધોરાજીમાં કોરોના સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે ત્યારે આપ સૌ આપની તબિયત સાચવવા માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું ધંધા ઉપર રહો તો પણ સુરક્ષિત રહો, અને ઘરમાં રહો સુરક્ષિત રહો
અને નિયમનો આપ સૌ ચુસ્તપણે પાલન કરીશું

(10:38 pm IST)