Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગીર સોમનાથના સુત્રપાડા તાલુકામાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : એક જ દિવસમાં વધુ ત્રણ કેસ પોઝીટીવ

સુત્રપાડાના અનુરાગનગરના આધેડ, હરણસા ગામની મહિલા અને ટોબરા ગામના યુવાનને કોરોના વળગ્યો

ગીર સોમનાથ જીલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી કોરોના પોઝીટીવના 3 કેસ આવ્યા છે એક જ સુત્રાપાડા તાલુકાના  ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે. સુત્રાપાડા હરણાસા ગામની મહીલા (ઉમર ૩૦ વર્ષ) સુત્રાપાડા અનુરાગ નગર પુરૂષ (ઉમર ૫૬ વર્ષ)  અને સુત્રાપાડા ટોબરા ગામનો પુરૂષ ( ઉમર ૨૭ વર્ષ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

એકજ તાલુકામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્ર દોડતું થયું હતું

(8:58 pm IST)