Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કચ્છમાં કોરોના થયો બેકાબૂ: આજે વધુ ૫ કેસ સાથે દર્દીઓની કુલ સંખ્યા ૧૭૨ ઉપર પહોંચી

રાપરના તબીબ અન્ય બે યુવાનો, ઓમાનથી આવેલા પટેલ પ્રૌઢ, કોઠારાના મહિલા સહિત ૫ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાએ બોલાવ્યો સપાટો

ભુજ : કચ્છમાં લાગલગાટ ૯ મે દિ' પણ કોરોનાએ પોતાની ભીંસ વધુ મજબૂત બનાવી છે. તંત્ર વામણું બની ગયું છે અને કોરોના બેકાબૂ ગતિએ દોડી રહ્યો છે. રાજ્યની યાદી અનુસાર આજે કચ્છમાં ૫ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. એ સાથે જ કુલ દર્દીઓની સંખ્યા ઉછળીને ૧૭૨ ઉપર પહોંચી ગઈ છે.

  જોકે,  કચ્છમાં ડીડીઓએ મોડે મોડે આપેલી યાદી અનુસાર  રાપરમાં એક તબીબ અને અન્ય બે યુવાનો સહિત ત્રણ જણ, ભુજના માધાપર ગામે ઓમાનથી આવેલા પટેલ પ્રૌઢ અને કોઠારાના ૨૭ વર્ષીય મહિલાને કોરોના ડિટેકટ થયો છે. કચ્છમાં સમગ્ર જિલ્લામાં દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે ખરા ટાઈમે જ તંત્ર આપસમાં અટવાયું છે. એ હકીકત દુર્ભાગ્યપૂર્ણ છે.

(8:42 pm IST)