Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ભાવનગરમાં કોરોના બેકાબુ : જિલ્લામાં વધુ 18 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 289એ પહોંચી :આરોગ્ય તંત્રમાં દોડધામ : લોકોમાં ફફડાટ

 ભાવનગર : જિલ્લામાં આજે વધુ  ૧૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૮૯ થવા પામી છે. ભાવનગરના પુજા ફ્લેટ, વાધાવાડી રોડ ખાતે રહેતા ૬૬ વર્ષીય ડો.સુભાષ તેલંગ, માઢીયા રોડ, કુંભારવાડા ખાતે રહેતા ૫૨ વર્ષીય સવજીભાઈ ઝાંજમેરા, માધવાનંદ-૨, ચિત્રા ખાતે રહેતા ૫૨ વર્ષીય કરણભાઈ ચાવડા, ફુલવાડી ચોક, હિલ ડ્રાઈવ ખાતે રહેતા ૩૭ વર્ષીય કેવટ વાનાણી, રાંદલ માં ની દેરીની પાસેની શેરી ખાતે રહેતા ૭૨ વર્ષીય અમરીશભાઈ ડોડા, અજય સોસાયટી, અનંતવાડી ખાતે રહેતા ૩૨ વર્ષીય રાકેશભાઈ યાદવ, નવા સિંધુનગર ખાતે રહેતા ૬૪ વર્ષીય ગોરમલ રામરાખીયાણી, નિર્મળનગર ખાતે રહેતા ૧૩ વર્ષીય માહી સાસોદિયા, કુંભારવાડા, ડ્રાઈવર કોલોની ખાતે રહેતા ૩૭ વર્ષીય તુષારભાઈ મકવાણા, કોબડી ગામ ખાતે રહેતા ૨૮ વર્ષીય પાર્વતીબેન સુતરીયા, વલ્લભીપુરના પીપળી ખાતે રહેતા ૩૫ વર્ષીય અલ્પેશભાઈ ભુંગળીયા, મહુવાના કોંજળી ખાતે રહેતા ૩૬ વર્ષીય દક્ષાબેન કાવડ, મહુવાના સારદીકા ખાતે રહેતા ૨૪ વર્ષીય કેતનભાઈ રાઠોડ, તળાજાના બેલા ખાતે રહેતા ૬૫ વર્ષીય રણછોડભાઈ ડાખરા, વલ્લભીપુરના રાજપરા ખાતે રહેતા ૧૪ વર્ષીય હેત વાનાણી, વલ્લભીપુરના રાજપરા ખાતે રહેતા ૪૦ વર્ષીય તૃપ્તીબેન વાનાણી, સિહોરના શિવપાર્ક ખાતે રહેતા ૪૫ વર્ષીય રાજુભાઈ ચૌહાણ અને ઉમરાળા ખાતે રહેતા ૨૪ વર્ષીય પાર્થકુમાર સવાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૭ જુનના રોજ ભાવનગરના મહિપતભાઈ ચોરા, વિઠ્ઠલવાડી ખાતે રહેતા ૫૫ વર્ષીય ભાસ્કરભાઈ મકવાણા, તા.૨૨ જુનના રોજ ભાવનગરના જિલ્લા જેલ ખાતે રહેતા ૨૨ વર્ષીય નિતિનભાઈ સોલંકી અને તા.૨૨ જુનના રોજ ભાવનગરના ગીતા ચોક, શિશુવિહાર સર્કલ ખાતે રહેતા ૬૦ વર્ષીય શરીફાબેન પટણીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમાત દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨૮૯ કેસ પૈકી હાલ ૧૦૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. સરકારશ્રીની નવી માર્ગદર્શીકા પ્રમાણે જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જ્યારે ૪ દર્દીઓનુ કોરોનાની સાથે અન્ય બિમારીઓ હોવાના કારણે અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૦,૦૫૭ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

(8:39 pm IST)