Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આટકોટના દોલતપર ગામેથી ત્રણ શખ્સો દારૂના જથ્થા સાથે ઝડપાયા

આટકોટ તા.ર : જસદણ તાલુકાના આટકોટના દોલતપર ગામમાં સાણથલી રોડ ઉપરથી આટકોટ પોલીસે ૩ શખ્સોને દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે.

પોલીસે પ્રદીપભાઇ ગભરૂભાઇ વાળા કાઠીદરબાર ઉ.રપ રહે હાલ શાપર પરફેકટ હોટલની પાછળ ભુમી પાર્ક શેરી નં.૩ તા.કોટડાસાંગાણી મુળ ગામ દોલતપર તા. જસદણ હાર્દિકભાઇ જગુભાઇ બોરીચા કાઠીદરબાર ઉ.રર રહે. પડવાલા રોડ વાસુકીદાદાના મંદિર પાછળ શાપર તા.કોટડાસાંગાણી મુળ ગામ મેઘાપીપળીયા તા. કુંકાવાવ જી. અમરેલી કુલદીપભાઇ દડુભાઇ વાળા કાઠી દરબાર ઉ.ર૮ રહે. પરફેકટ હોટલ પાછળ ભુમી પાર્ક શેરી નં. ૩ શાપર તા. કોટડાસાંગાણી મુળગામ અમૃતનગર શેરી નં.૩ અમરેલી તથા દોલતપર તા. જસદણને કાલે રાત્રીના દારૂ સાથે ઝડપી લીધેલ છે.

આટકોટ પોલીસે ઇનોવા કાર (નં.જી.જે.૩ ઇ.આર.૪ર૪ર) કિ. રૂ. ર.પ૦ તથા વિદેશી દારૂ સહિત રૂ.ર.૬૦,પ૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ બનાવ અંગે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)