Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જસદણમાં અરજણભાઈ સોલંકી પર ધારીયાથી ખૂની હુમલો

ભગુ દેવીપૂજક દારૂ પી સાગર સાથે ઝઘડો કરતો હોય ઈજાગ્રસ્ત અરજણભાઈએ ઠપકો આપતા : તેનો ખાર રાખી રાજુ દેવીપૂજક, ભગુ દેવીપૂજક તથા ભારતીબેન દેવીપૂજક તૂટી પડયા

રાજકોટ, તા. ૨ :. જસદણમાં લાતીપ્લોટમાં દારૂ પી ધમાલ કરનાર શખ્સને ટપારનાર દેવીપૂજક યુવાન પર મહિલા સહિત ૩ શખ્સોએ ધારીયાથી ખૂની હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જસદણ લાતીપ્લોટમાં ભગુ ધીરૂભાઈ દેવીપૂજક ગત તા. ૩૦ના રોજ દારૂ પી ત્યાં જ રહેતા સની અમરશીભાઈ સોલંકીના ભાઈ સાગર સાથે ઝઘડો કરતો હોય અરજણ રામજીભાઈ સોલંકીએ વચ્ચે પડી ભગુને ઠપકો આપ્યો હતો. આ ઠપકાનો ખાર રાખી રાજુ ધીરૂભાઈ દેવીપૂજકે ધારીયાથી અરજણ રામજીભાઈ સોલંકી પર ખૂની હુમલો કર્યો હતો. તેમજ ભગુ દેવીપૂજકે લોખંડના વજન કાંટા વડે અને ભારતીબેન રાજુભાઈ દેવીપૂજકે કોસથી હુમલો કરતા અરજણભાઈ સોલંકીને માથામાં તથા હાંસડીમાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

આ અંગે ઈજાગ્રસ્ત અરજણભાઈ સોલંકીના ભાઈ સની અમરશીભાઈની ફરીયાદ પરથી જસદણ પોલીસે મહિલા સહિત ઉકત ત્રણેય શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ જસદણના પીઆઈ કે.આર. રાવત ચલાવી રહ્યા છે.(

(1:03 pm IST)