Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

શાપર-વેરાવળમાં વિદેશી અને દેશી દારૂના જથ્થા સાથે ૩ શખ્સો પકડાયા

વિદેશી દારૂ સાથે સંજય મુંધવા અને લાલજી હારગરડા તેમજ દેશી દારૂ સાથે રાજુ સિંધવ ઝડપાયોઃ મનસુખની શોધખોળ

શાપર-વેરાવળ, તા. ૨ :. શાપર-વેરાવળ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડી વિદેશી અને દેશી દારૂના જથ્થા સાથે ૩ શખ્સોને ઝડપી લીધા હતા.

શાપર-વેરાવળના પો. સબ ઈન્સ. કે.એ. ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ સી. જાડેજા, પો.કોન્સ. દુષ્યંતસિંહ રાણા તથા પો.કોન્સ. યોગરાજસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમીના આધારે વેરાવળ રોડ ગૌશાળા પાસે તા.કોસા ખાતે રહેતો સંજય ભુપતભાઇ મુંધવા જાતે ભરવાડ ઉ.વ.૧૯ ધંધો મજુરીકામ વાળા પાસેથી વેરાવળ બુદ્ધનગરમાં બંધ ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬ કિ.ર૧૦૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પૂછતાછમાં આ દારૂનો જથ્થો લાલજી ચનાભાઇ હારગરડા રે. કોઠારીયાએ આપ્યાનું ખુલતા પોલીસે તેને પણ દબોચી લીધો હતો.

તેમજ શાપર-વેરાવળના પીએસઆઇ. કુલદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ એ.એમ. મકવાણા, દુષ્યંતસિંહ એચ. રાણા તથા યોગીરાજસિંહ જાડેજા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન ખાનગી રાહે હકીકત આધારે શાપર ગામમાં આવેલ પટેલ સમાજની વાડી પાછળ ઓરડીમાં ભાડે રાખી તેના કબ્જાના ભોગવાટાની ઓરડીમાં મનસુખભાઇ દેસાભાઇ સોલંકી રહે. શાપરના માણસ રાજેશ ઉર્ફે રાજુ સવજીભાઇ સિંધવ રહે. શાપર ગામ ગેરકાયદેસર રીતે દેશી દારૂ લીટર ૧૭પ કિંમત રૂપિયા ૩પ૦૦ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મુખ્ય સુત્રધાર મનસુખ સોલંકીની શોધખોળ હાથ ધરાઇ છે.(

(1:01 pm IST)