Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

પોરબંદરમાં અઢી લાખના દારૂ સાથે પ ઝડપાયા

દારૂની ૬૬૪ બોટલ, ટ્રક - બોલેરો ૯ બેરલ સહિત ૧૭,૭૭,રરપનો મુદામાલ જપ્ત

પોરબંદર તા.ર : જુના ફુવારા પાસે ટ્રક અને બોલેરોમાં દારૂની હેરફેર કરતા પાંચ શખ્સોને પોલીસે અઢી લાખના દારૂ સાથે પકડી પાડેલ છે.

જુના ફુવારા પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પાસે ટ્રક અને બોલેરોમાં દારૂની હેરફેર કરતા કારા લખમણ ગરેજા, દિવ્યેશ પરસોતમ કાણકિયા, જયેશ શાંતિલાલ, કલ્પેશ વેલજીભાઇ નબે, રામભાઇ ઓડેદરા, કમલબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એન.રબારીની સુચનાથી કમલાબાગ પોલીસ સ્ટેશન ડી સ્ટાફના પીએસઆઇ ચુડાસમાને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને પકડી પાડેલ છે.

પોલીસે પાંચેય શખ્સોને દારૂની ૬૬૪ બોટલ કિ. ર૪૮૬રપ, ટ્રક (જીજે૧૧-ટાટા ૪૮પ૯) કિ. ૧૦ લાખ, બોલેરો (જીજે૦૪-ર૧૭૮) કિ.પ લાખ પ  મોબાઇલ સહિત કુલ ૧૭,૭૭,રરપનો મુદામાલ સાથે પકડી પાડેલ છે.

(1:00 pm IST)