Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મોરબીમાં ખાડામાં કાર ખાબકી

મોરબીઃશનાળા રોડ પર આવેલ લીમડાવાળા મેલડી માતાજી નજીક મેઈન રોડ બાજુમાં પાણી નિકાલ માટે ઘણા સમયથી ખાડા ખોદી રાખવામાં આવેલ છે જે પાઈપલાઈન કામગીરી પણ હાલ બંધ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જોકે ખાડા ખુલ્લા હોય જેથી અકસ્માતનો સ્થાનિકોને સતત ભય સતાવતો હોય અને તાજેતરમાં એક કાર ખાડામાં ખાબકી હતી જેમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ તંત્ર નાગરિકોના જાનની કીમત કયારે સમજશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ખાડામાં ફસાયેલ કારની તસ્વીર.(તસ્વીરઃપ્રવિણ વ્યાસ.મોરબી)(

(12:58 pm IST)