Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

૭ વર્ષથી દારૂના ગુન્હામાં ફરાર રાજસ્થાની ઝડપાયો

ખંભાળીયા : કલ્યાણપુર પો. સ્ટે. ગુ. ર. નં. રપ/ર૦૧૩, ર૬/ર૦૧૩, ર૭/ર૦૧૩ અને ૩૦/ર૦૧૩ પ્રોહી કલમ ૬૬(૧) બી, ૬પ (એ) (ઇ), ૮૧ મુજબના દારૂના ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપી સુજાણારામ કાલુરામ ખીલેરી બધોઇ ઉ.૪ર રહે. ડેડવા ગામ તા. સાંચોર જિ. જાલોદ રાજય રાજસ્થાન વાળાને રાજસ્થાન ખાતે તેના રહેણાક મકાનેથી દબોચી લઇ અત્રે લાવી કલ્યાણપુર પો. સ્ટે. પ્રોહી ગુ. ર. નં. ૩૦/ર૦૧૩ ના ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે. આ કામગીરી  એલ. સી. બી.ના પોલીસ ઇન્સ. એમ. ડી. ચંદ્રાવાડીયા, એ. એસ. આઇ. બિપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, રામશીભાઇ  ભોચીયા, દેવશીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, કેશુરભાઇ ભાટીયા, હેડ કોન્સ. મસરીભાઇ ભારવાડીયા,  ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હસમુખભાઇ કટારા, વિશ્વદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(12:54 pm IST)