Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જુનાગઢ પાસે કારની હડફેટે બગડુ ગામના લોહાણા દંપતીના મોતથી અરેરાટી

અકસ્માત બાદ કાર મુકીને ડ્રાઇવર નાશી છુટ્યો

જુનાગઢ : તસ્વીરમાં મૃતક દંપતિનો ફાઇલ ફોટો, બંનેના મૃતદેહ તથા કાર નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ તા. ર :.. જુનાગઢ પાસે બાઇક સાથે કારની જોરદાર ટકકરથી બગડુના લોહાણા દંપતીનું મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઇ છે.

આ અકસ્માતની વિગતો એવી છે કે, જૂનાગઢમાં જવાહર રોડ પર વિશળવાવ પોલીસ ચોકી પાસે રહેતા લોહાણા અશોકભાઇ નારણભાઇ કાનાબાર (ઉ.૭પ) નામનાં વૃધ્ધનાં જૂનાગઢ નજીકનાં બગડુ ગામે રહેતા પુત્ર દેવલભાઇ (ઉ.૪પ) અને તેના પત્ની તેજલબેન (ઉ.૪૦) ગઇકાલે સાંજના પોતાના મોટર સાયકલ ઉપર બેસીને બગડુથી જૂનાગઢ તરફ આવતા હતાં.

ત્યારે બગડુ ગામ નજીક જ જીજે-૦૩-કેપી -૭૬૬૪ નંબરની કારનાં ચાલકે સામેથી આવતા દંપતીના મોટર સાયકલને જોરદાર ઠોકર મારી હતી.

જેને લઇ દેવલભાઇ અને તેજલબેન ફંગોળાય ગયા હતા. અને બંનેનું ગંભીર ઇજા થવાથી અકસ્માતના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.

પતિ-પત્નીના મૃતદેહને જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટેમોકલવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને નાસી ગયો હતો.

આ અંગે  તાલુકા  પોલીસે રાત્રે અશોકભાઇ કાનાબારની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી વિશેષ તપાસ તાલુકા પીએસઆઇ કે. જે. પટેલ ચલાવી રહ્યા છે.

(1:00 pm IST)