Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જુનાગઢમાં એક મહિનામાં કોરોનાના ૪ દર્દીના મોત : જિલ્લામાં કુલ કેસ ૧૦૧

હાલ એકટીવ કેસ ૩૯

જુનાગઢ, તા. ર : જુનાગઢમાં કોરોનાએ હાહાકાર મચાવી છેલ્લા એક મહિનામાં ચાર વ્યકિતનો ભોગ લઇ લેતા અરેરાટી પ્રસરી ગઇ છે અને પ૬ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ વધીને ૧૦૧ થઇ ગયા છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના મહામારીનો પેસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ પંજો ફેલાવતા ફફડાટ વ્યાપી ગયો છે.

જુનાગઢમાં ગઇકાલે વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ નિપજતા મૃત્યુ આંક વધીને ચાર ઉપર પહોંચ્યો છે.

જુનાગઢમાં કોરોનાના પ૪ વર્ષીય મહિલા દર્દીનું પ્રથમ મોત તા.૧લી જુનના રોજ થયેલ. બાદમાં તા. ર૭ જુનના રોજ પ૧ વર્ષીય પુરૂષનો કોરોનાએ ભોગ લીધો હતો.

તા. ર૯ જુનના રોજ પણ જુનાગઢના ૬ર વર્ષીય પુરૂષનું અને છેલ્લે એટલે કે ગઇકાલે તા.૧લી જુલાઇના રોજ ૬૮ વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મૃત્યુ નિપજયું હતું.

આમ એકજ મહિનામાં જુનાગઢના ચાર કોરોના દર્દીના મૃત્યુ થતા અરેરાટી પ્રસરી ગઇ છે.

ગઇકાલની સ્થિતિએ જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા ૧૦૧ થયેલ. પ૬ દિવસમાં ૧૦૧ કેસ નોંધાતા સર્વત્ર ચિંતા જોવા મળી રહી છે.

હાલ ૩૯ કેસ એકટીવ હોવાનું જાણવા મળેલ છે.

(12:48 pm IST)