Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જેતપુરમાં ૯ અને ગ્રામ્ય વિસ્તારોમાં પ પોઝીટીવ કેસ સાથે કુલ આંક ૧૪

જેતપુર તા. ર :.. રાજયમાં અમદાવાદ અને સુરત જેવા કોરોના હોટ સ્પોટ બન્યા છે. ત્યારે શહેરમાં પણ સંક્રમણના કારણે કેસો વધવા લાગ્યા છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ બહારગામથી આવતા લોકોનો પોઝીટીવ રીપોટ આવતા લોકોએ સતર્ક રહેવું જરૂરી બની ગયુ છે.

ગઇકાલે પણ એક સાથે બે કેસ પોઝીટીવ આવેલ જેમાં એક જુનાગઢ રોડ પર આવેલ. જલારામ મંદિર સામે માહિ દૂધનું ગોડાઉન આવેલ ત્યાં રાજેષભાઇ મનસુખભાઇ કપાડા કે જે સુરતથી તેના પરીવાર સાથે આવેલ તેથી કોરોનટાઇન કરેલ હોય તેમાં રાજેશભાઇ નો રીપોર્ટ  પોઝીટીવ આવતા તેના પરિવારના ૪ સભ્યોને આજ ગોડાઉનમાં કોરોનટાઇન કરેલ અને રાજેશભાઇને રાજકોટ રવાના કરેલ.

બીજા કેસમાં જુના પાંચપીપળા રોડ પર આવેલ ધી. કરીમાબાદ કો. ઓપ. હા. સોસા.ના બી વીંગમાં ત્રીજા માળે રહેતા સોનલબેન નીઝામભાઇ બુધવાણી કે જેઓ સુરેન્દ્રનગરથી આવેલ હોય તેનો પણ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેના પરીવારનાએક સભ્યને કોરોન્ટાઇન કરેલ અને સોનલબેનને રાજકોટ રવાના કરેલ આ ત્રીજા માળે આવેલ ત્રણે બ્લોકને કોરોન્ટાઇન કરી દીધેલ.

શહેરમાં કેસોની સંખ્યા વધતા હાલ કુલ ૧૪ કેસ પોઝીટીવ થઇ ગયેલ જેમાં શહેરમાં કુલ ૯ અને ગ્રામ્ય વિસ્તારના પ કેસોનો સમાવેશ થાય છે.

(12:47 pm IST)