Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ : સુરત થી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના ગ્રસ્ત

અમરેલી : જિલ્લામાં ગુરુવારે કોરોના વધુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે  સુરત થી અમરેલી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો  કોરોના ગ્રસ્ત  થયા છે અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામ પાર્ક સોસાયટીમાં રહેતા અને તારીખ 28ના સુરતથી આવેલ ૪૬ વર્ષના પુરુષ અને તેમની સાત અને 15 વર્ષની પુત્રીઓ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .

લીલીયાના આંબા ગામના કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી  ન ધરાવતા ૩૧ વર્ષના યુવાન અને અમરેલીના સવજી પરા રોડ ઉપર રહેતા 25 વર્ષના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ યુવાન અને અમરેલીના વાંકિયા ગામ ની સુરત થી અમદાવાદ થઈને વાંકીયા પરત આવેલ ૩૭ વર્ષની યુવતી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 92 થઇ છે

(12:04 pm IST)