Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જેતપુરમાં ગટરના પાણી પ્રશ્ને પુરીબેનને પડોશીઓએ ધોકા-પાઇપથી ફટકાર્યા

રાજુ, હિરેન સહિતના તૂટી પડ્યાઃ વૃધ્ધાને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨: જેતપુરની દરજી સોસાયટીમાં રહેતાં પુરીબેન કાળુભાઇ પરમાર (ઉ.વ.૬૦) નામના આહિર વૃધ્ધાને પડોશમાં રહેતાં રાજુ બ્રાહ્મણ, હિરેન બ્રાહ્મણ સહિતે ધોકા-પાઇપથી માર મારતાં જેતપુર, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જેતપુર પોલીસને જાણ કરી હતી.

પુરીબેનના કહેવા મુજબ પડોશીઓની ગટરનું પાણી ઉભરાઇને અમારા ઘર તરફ આવતું હોઇ તેને આ બાબતે સમજાવવા જતાં અને પાણીનો બીજી તરફ નીકાલ થાય તેવી વ્યવસ્થા કરવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)