Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

થાનમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં વિજ્યાબેન પર ધોકાવાળી

સુનિલ, હિતેષ, વિપુલ, વિશાલ સહિતે હુમલો કરી ઘરના દરવાજામાં પણ તોડફોડ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨: થાનગઢમાં રાજીવનગરમાં રહેતાં વિજ્યાબેન ગાંડુભાઇ મકવાણા (ઉ.વ.૪૨) પર રાત્રીના સુનિલ મકવાણા, વિપુલ રાઠોડ, વિશાલ રાઠોડ, હિતેષ મકવાણા સહિતે ધોકાથી હુમલો કરી માથામાં ઇજા કરતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ થાન પોલીસને જાણ કરી હતી.

વિજ્યાબેનના સગા રોહિતના કહેવા મુજબ સુનિલ સહિતના શખ્સો રોજબરોજ નશો કરી ઘર પાસે ગાળાગાળી અને ખેલ કરે છે. તેને સમજાવવા જતાં હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)