Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જામકંડોરણા તાલુકામાં એકજ દિવસમાં ત્રણ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા

ગોકુલધામ સોસાયટી, સાજડીયાળી તથા ગુંદાસરી ગામે નોંધાયા કેસ આરોગ્ય તંત્ર દ્વારા તમામને રાજકોટ હોસ્પિટલે ખસેડાયા

જામકંડોરણા તા. ર :.. તાલુકામાં એક જ દિવસમાં ત્રણ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે એક કેસ તાલુકાના ગુંદાસરી ગામે કુમનભાઇ સોજીત્રા (ઉ.૪૧) નો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે જયારે એક કેસ તાલુકાના સાજડીયાળી ગામે નંદુબેન બાબુભાઇ સિંધવ (ઉ.૬૦) નો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે અને એક કેસ જામકંડોરણામાં ગોકુલધામ સોસાયટીમાં પીન્ટુબેન ભાવેશભાઇ ભંડેરી (ઉ.૩પ) નો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. બુધવારે જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝીટીવના એક જ દિવસમાં ત્રણ કેસો આવતા જામકંડોરણા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે આરોગ્ય તંત્રની ટીમ સાથે જે તે ગામોએ પહોંચી તમામને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડાયા હતાં. આ કેસો સાથે અત્યાર સુધીમાં જામકંડોરણા તાલુકામાં કુલ પોઝીટીવ કેસનો આંક ૧૩ પર પહોંચ્યો છે.

(11:36 am IST)