Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

હરિયાણાથી રાજકોટ આવતો ૩ લાખનો દારૂ કબ્જે

આયશરના આગળના બોડીના ચોરખાનામાં છૂપાવેલઃ ર૦૬૪ બોટલ સાથે પરપ્રાંતિય ડ્રાઇવરની ધરપકડઃ સુરેન્દ્રનગર પોલીસે ડોળિયા બાઉન્ડ્રી પાસે પીછો કરી માલ પકડયોઃ મુન્ના પઠાણે મંગાવેલ

વઢવાણ તા. ર :.. સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં અમદાવાદ - રાજકોટ નેશનલ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, બહારના રાજયના વાહનો કવરીંગ સાથે વિદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય. જેથી આવા વાહનો ચેક કરી પ્રોહી અંગે ફળદાયક હકિકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા એલ. સી. બી. ટીમ દ્વારા ખાસ પેટ્રોલીંગ હાથ ધરી હકિકત મેળવેલ કે, સફેદ કલરના મોઢાવાળી, લાલ બંધ બોડીની આયસર ગાડી નં. એચ. આર-૪૭-ડી-ર૭પ૪ વાળી આગળના ભાગે ચોરખાનું છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડોળીયા બાઉન્ડ્રીથી પસાર થઇ રાજકોટ તરફ જનાર હોય જે આધારે ડોળીયા બાઉન્ડ્રી ખાતે વાહન ચેકીંગ હાથ ધરતા સદર આયસર વાહન પસાર થતા તેને કોર્ડન કરી રોકવા પ્રયત્ન કરતા સદર વાહન રોકાયેલ નહીં.

જેથી સરકારી વાહનથી પીછો કરી ડોળીયા બાઉન્ડ્રીથી રાજકોટ તરફ શ્રી દેવનારાયણ હોટલની સામેની સાઇડમાં રોડ ઉપર સદર આયસર વાહનને કોર્ડન કરી રોકાવી તેના ચાલક સુખબીર માંગેરામ સોહનરામ જાટ ચૌધરી ઉ.પપ ધંધો, ડ્રાયવીંગ રહે. નૂરપૂર તા. જી. રેવારી થાના-રોહડાઇ રાજય-હરીયાણા વાળાને પકડી ટાટા આયસર નં. એચ. આર. ૪૭-ડી-ર૭પ૪ વાળીમાં ઝડતી તપાસ કરતા બોડીમાં આગળના ભાગે ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭પ૦ મીલીની કાચની બોટલો નંગ-૩૪૮ કિ. રૂ. ૧,૩૦,પ૦૦ તથા સંતરા મસાલેદાર દેશી દારૂની પ્લા. ની ૭પ૦ મીલીની બોટલો નંગ ૧૪૦૪, કિ. રૂ. ૧,૪૦,૪૦૦ તથા ૩૭પ મીલીની પ્લા.ની બોટલો નંગ-૩૧ર કિ. રૂ. ૧પ,૬૦૦ તથા આયસર ટ્રક નં. એચ. આર. ૪૭-ડી-ર૭પ૪ કિ. રૂ. પ,૦૦,૦૦૦ તથા રોકડા રૂ. ર૩,ર૭૦ તથા અન્ય મળી કુલ રૂ. ૦૮,૧૦,ર૭૦ નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તથા સદર વિદેશી દારૂનો આરોપી અમરજીત ઝાટ રહે. લાંગડા, બિલાસપુર ચોક નજીક, તાવડુ રોડ, તા. પટોતી ડીસ્ટ. ગુડવાવ હરીયાણા મો. નં ૦૯૬૭૧૮ પ૮પ૧૩ વાળાએ હરીયાણા રાજયમાં ઝજજર મુકામેથી ભરાવી આપી. સદર વિદેશી દારૂનો જથ્થો આરોપી રીયાઝખાન ઉર્ફે મુન્નો મહેબુબખાન પઠાણ રહે. ૧૦૧ શુકુન કોમ્પલેક્ષ, બજરંગવાડી પોલીસ ચોકી સામે, જામનગર રોડ, રાજકોટ વાળાએ વેચાણ કટીંગ અર્થે મંગાવી તમામ આરોપીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરી. ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરેલ હોય જેથી મુદામાલ કબ્જે કરી, આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ. સી. બી. ટીમ સુરેન્દ્રનગરના ઇન્સ્પેકટર શ્રી ડી. એમ. ઢોલ માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્સ. વી. આર. જાડેજા એ. એસ. આઇ. ઋતુરાજસિંહ નારસંગભા તથા વાજસુરભા લાભુભા તથા પો. હેઙ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા અમરકુમાર કનુભા તથા ચમનલાલ જશરજભાઇ તથા પો. કોન્સ. અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂધ્ધસિંહ  અભેસંગભાઇ એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:34 am IST)