Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં જબરો ઉછાળોઃ ઘેરી ચિંતા

ગુજરાતના બીજા વિસ્તારોની જેમ બારેય જીલ્લાઓમાં કોરોનાનો વધતો કહેર

કેશોદઃ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દોડધામ મચી ગઇ છે. કોરોના દર્દીને તાબડતોબ સારવાર માટે ખસેડાયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ કિશોરભાઇ દેવાણી.કેશોદ)

રાજકોટ,તા.૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારીથી કેસમાં જબરો ઉછાળા આવતા ચિંતા પ્રસરી ગઇ છે. દરરોજ પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.

ભીડભાડવાળી જ્યાઓમાં જવું, માસ્ક ન પહેરવા સહિતના કારણે પોઝીટીવ કેસો દિવસોને દિવસે વધી રહ્યા છે.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૭૧ થવા પામી છે. ભાવનગરના પાણીની ટાંકી, કાળીયાબીડ ખાતે રહેતા ૫૮ વર્ષીય અમરશીભાઈ મોણપર, શ્રીપાલ એપાર્ટમેન્ટ, તખ્તેશ્વર ખાતે રહેતા ૩૭ વર્ષીય નરેશભાઈ જેઠવા, અક્ષરધામ-૨, કાળીયાબીડ ખાતે રહેતા ૫૫ વર્ષીય મોહનભાઈ ડાખરા, મીરાપાર્ક ફ્લેટ સામે, આંબાવાડી ખાતે રહેતા ૫૪ વર્ષીય ચિરંજનભાઈ પટેલ, મીરાપાર્ક ફ્લેટ સામે, આંબાવાડી ખાતે રહેતા ૫૨ વર્ષીય રીટાબેન પટેલ, અજયવાડી, સુભાષનગર ખાતે રહેતા ૩૯ વર્ષીય રાજેશભાઈ કનાડા, રામનગર, કાળીયાબીડ ખાતે રહેતા ૩૨ વર્ષીય સંતોષભાઈ શેઠ, લીલા ઉડાન, રીંગરોડ ખાતે રહેતા ૬૩ વર્ષીય ભુપેન્દ્રભાઈ ત્રિવેદી, એપેરા હાઉસ, દેવુબાગ ખાતે રહેતા ૪૩ વર્ષીય ભરતભાઈ ડાભી, ગુરૂનગર, ગોકુલધામ ખાતે રહેતા ૨૮ વર્ષીય જિજ્ઞાસા વિસાણી, ગૌતમનગર, આખલોલ જકાતનાકા ખાતે રહેતા ૪૪ વર્ષીય દિનેશભાઈ બારૈયા, જેસરના નવા પા. ખાતે રહેતા ૨૭ વર્ષીય ભાવનાભાઈ પરમાર, તળાજાના સુમતીનાથ સોસાયટી ખાતે રહેતા ૬૦ વર્ષીય નારણભાઈ બલાસરા અને મહુવાના વાસી તળાવ ખાતે રહેતા ૩૯ વર્ષીય પ્રફુલભાઈ સરવૈયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

ગત તા.૩૦ જુનના રોજ ઈસાભાઈ મગરેબીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર અર્થે ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ. જેમને અન્ય બિમારી હોવાથી સારવાર દરમ્યાન આજરોજ અવસાન પામેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨૭૧ કેસ પૈકી હાલ ૯૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. સરકારશ્રીની નવી માર્ગદર્શીકા પ્રમાણે જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જયારે ૪ દર્દીઓનુ કોરોનાની સાથે અન્ય બિમારીઓ હોવાના કારણે અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૯,૮૭૭ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

ધોરાજી

ધોરાજીઃ ધોરાજીમાં એક સાથે પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં એક જ પરિવારના જેન્તીભાઈ મોહનભાઈ અંટાળાં (ઉંમર વર્ષ ૬૦ ) અનસુયાબેન જયંતીલાલ અંટાળા( ઉંમર ૫૮ ) રૂપાબેન પિયુષભાઈ અંટાળા ) ઉમર વર્ષ ૩૮) ( રહે ઋષિરાજ સોસાયટી જેતપુર રોડ ધોરાજી) તેમજઙ્ગ ગોવિંદભાઈ પ્રહલાદભાઈ પટેલ ( ઉંમર વર્ષ ૫૦ ) ( રહે આવેલા ચોક મેલડી માં મંદિર વાળી શેરી)ઙ્ગ અનેઙ્ગ ધોરાજી તાલુકાના જમનાવડ ગામ ખાતે રહેતા કમલેશ ખીમજીભાઈ વાદ્યમશી (ઉંમર વર્ષ ૩૩ ખોડીયાર મંદિર પાસે જમનાવડ તાલુકો ધોરાજી)ઙ્ગ એક સાથે પાંચ કેસ નોંધાતા ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી પી.એસ.આઇ શૈલેષ વસાવા મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા તેમજ આરોગ્ય ની ટીમ તાત્કાલિક દોડી ગઇ હતી આ સાથે ધોરાજી નગરપાલિકાની ટીમ પણ હોમ કોરોન્ટાઇન કરવા બાબતે સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.

ધોરાજીમાં બે દિવસ પહેલા પાંચ કેસ નોંધાયા હતા ફરી આજે એક સાથે પાંચ કેસ નોંધાતા અત્યાર સુધીમાં ટોટલ ૨૪ કેસ કોરોના પોઝિટીવ થઇ ગયા છે અને એક નું અવસાન થયું છે.

હાલમાં ધોરાજી ની અંદર કોરોના કેસે હાહાકાર મચાવી દીધો છે ધોરાજી શહેરના તમામ વિસ્તારો આવરી લીધા છે ત્યારે આરોગ્યતંત્રની ઘોર બેદરકારી હોય તેવું જાહેરમાં જોવા મળી રહ્યું છે તાત્કાલિક અસરથી જે પ્રકારે પગલાં લેવા જોઈએ તે પ્રકારના પગલાં લેવાતા નથી અને કઈ પ્રકારે કોરોના પોઝિટીવ થઇ રહ્યા છે તેની પ્રજા સુધી કોઇપણ પ્રકારની માહિતી પહોંચતી નથી જેના અનુસંધાનમાં પ્રજાને પણ આરોગ્ય તંત્ર સામે રોષ વ્યાપી ગયો છે.

જસદણ

આટકોટ-જસદણઃજસદણમાં કોરોનાનો કહેર યથાવત છે કાલે સાંજે વધુ એક કેસ પોઝીટીવ નોંધાયો છે ઙ્ગ જસદણનાં સૈયદ ચોક પાસે રહેતા આશિફભાઇ રહીમભાઇ મકવાણા ( ઉ.વર્ષ ૩૩ )નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનીક તંત્રએ સૈયદ ચોક દોડી જઇ જરૂરી કામગીરી હાથ ધરી છે.

મોરબી

મોરબીઃમોરબીમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો હોય એમ કાલે ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં મોરબીની પારેખ શેરીમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ઘનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો અનુસાર મોરબીની સોની બજારમાં આવેલી પારેખ શેરીમાં રહેતા ૬૫ વર્ષીય બિપિનચંદ્ર પ્રવીણભાઈ આડેસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ આજે તેઓ કોરોનાથી સંક્રમિત હપવાનું જાહેર થયું છે. તેમને ડાયાબિટીસની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. આ વૃદ્ઘને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રએ તેમના રહેણાંક વિસ્તારમાં દોડી જઈને સર્વે સહિતની કામગીરી હાથ ધરી છે.

મોરબી જીલ્લામાં છેલ્લા દિવસોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કુલ આંક ૩૦ પર પહોચ્યો હતો.જેથી આરોગ્ય તંત્ર અને મોર્બીવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.તો આ ચિંતાના માહોલ વચ્ચે આજે આરોગ્ય તંત્ર અને મોરબીવાસીઓ માટે રાહતમાં સમાચાર મળ્યા હતા.જેમાં મોરબીના કન્તીનગરના વૃધ્ધ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તો વાકાંનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા પિતા-પુત્રએ પણ કોરોના સામેનો જંગ જીત્યો હતો.

કેશોદ

કેશોદઃ કસ્તુરબા શેરીમાં રહેતા રીક્ષા ચાલક યુવાન અબ્દુલ ઇસ્માલ સાંઢ (ઉ.વ ૩૫) નોઙ્ગ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવી સફાળુ જાગી આરોગ્ય તંત્ર દવારા પોઝીટીવ દર્દીને જુનાગઢ સિવિલ હોસ્પટલ ખાતે ખસેડેલહતો તથા કસ્તુરબા શેરી રહેણાંકઙ્ગ વિસ્તારને સેનેટરાઈઝ માટેની કાર્યવાહી હાથ ધરેલ હતી.કેશોદ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી દર્દીના રહેણાંક વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી.

અત્યાર સુધીમા સ્થાનિક શહેરના આઠ અને ગ્રામ્ય વિસ્તારના બે પોઝીટીવ કેસ એટલેકે કેશોદ વિસ્તારના દશ કેસમાંથી નવ કેસ રીકવર થયેલ હતા. આજે વધુ એક પોઝીટીવ કેસ આવતા હાલ બે એકટીવ કેસ સાથે કુલ અગિયાર પોઝીટીવ કેસ આવેલ છે.

(11:34 am IST)